________________
૧૮૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૪૦૪. મહાવિજય એક પુકુત્તર સમાન સ્વર્ગીય વાસસ્થાન (વિમાન).
૧. આચા.૨.૧૭૬, આવયૂ.૧,પૃ.૨૩૬. ૧. મહાવિદેહ જંબુદ્દીવના કેન્દ્રમાં આવેલું ક્ષેત્ર. તે ખીલવંત પર્વતની દક્ષિણે, શિસહ પર્વતની ઉત્તરે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે આવેલ છે. તે પયડુકાકાર છે. તે બે છેડે લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની લંબાઈ ૩૩૭૬૭૨ યોજન છે. તેની પહોળાઈ ૩૩૬ ૮૪ ૮ યોજન છે. જેના બન્ને છેડા સમુદ્રોને સ્પર્શે છે એવી તેની જીવા એક લાખ યોજન છે અને તેની ધણુપિઢ બન્ને તરફ ૧૫૮૧૧૩ યોજનથી કંઈક વધુ છે. તેના અધિષ્ઠાતા દેવ મહાવિદેહ(૨)ના નામ ઉપરથી તેનું નામ પણ મહાવિદેહ પડ્યું છે.
મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ઉપક્ષેત્રો છે–પુવ્યવિદેહ(૧), અવરવિદેહ(૧), દેવગુરુ અને ઉત્તરકુર(૧). તેઓ ક્રમશઃ મંદર(૩) પર્વતની પૂર્વે, પશ્ચિમે, દક્ષિણે અને ઉત્તરે આવેલાં છે.'સીઆ અને સીઓઆ આ બે મોટી નદીઓ મહાવિદેહમાં આવેલી છે. સીઆ મંદર પર્વતની પૂર્વ તરફ વહે છે અને સીઓઆ મંદર પર્વતની પશ્ચિમ તરફ વહે છે. મહાવિદેહમાં આવેલા અન્ય પર્વતો છે – ગંધમાયણ, માલવંત(૧), સોમણસ(૫) અને વિજુષ્પભ(૧), તેઓ ક્રમશઃ મંદર પર્વતની ઉત્તરપશ્ચિમે, ઉત્તરપૂર્વે, દક્ષિણપૂર્વે અને દક્ષિણ પશ્ચિમે આવેલ છે. ચિત્તકૂડ(૧), પહકૂડ(૧),
વિણકુડ અને એ સેલ(૨) સીઆ નદીની ઉત્તરે આવેલા છે જ્યારે તિઉડ, વેસમણકુડ, અંજણ(૨) અને માયંજણસીઆ નદીની દક્ષિણે આવેલા છે. અંકાવઈ(૨), પમ્હાવઈ(૧), આસીવિસ અને સુહાવહ સીઓઆ નદીની દક્ષિણે આવેલા છે જ્યારે ચંદ(પ), સૂર(૬), ણાગ(૬) અને દેવ(૩) સીઓઆ નદીની ઉત્તરે આવેલા છે. ૯
મહાવિદેહમાં બત્રીસ વિજય(૨૩) અર્થાત પ્રદેશ છે. તેઓ ભૌગૌલિક દૃષ્ટિએ ચાર વર્ગોમાં વિભક્ત છે. વર્ગાનુસાર તે પ્રદેશોના (વિજયોનાં) નામ આ પ્રમાણે છે – કચ્છ(૧), સુકચ્છ (૧), મહાકચ્છ(૨), કચ્છગાવઈ(૨), આવા, મંગલાવર(૨), પુર્મલાવત્ત(૧) અને પુષ્પલાઈ(૧)"; વચ્છ(૬), સુવચ્છ(૧), મહાવચ્છ, વચ્છવઈ, ર...(૨), રમ્મગ(૪), રમણિજ(૨) અને મંગલાવઈ(૧); પ...(૧), સુપ—(૨), મહાપહ(૧), પમ્ફગાવઈ, સંખ(પ), કુમુદ(૧), સલિણ(૪) અને ણલિહાવઈ(૧); વય્ય(૧) સુવપ્પ(૧), મહાવપ્પ(૧), વપ્રયાવઈ, વગુ(૧), સુવગુ(૨), ગંધિલ(૧) અને ગંધિલાવઈ(૧). અને આ ચાર વર્ગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org