________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫ અજ્જા (આય) સૌમ્ય રૂપવાળી દુગ્ગાનું બીજું નામ."
૧. અનુ.૨૦, અનુ. પૃ. ૨૬. અજ્જિયા (અજિતા) આ અને અજિઆ(૨) એક જ છે.
૧. તીર્થો. ૪૫૭. ૧. અજુણ(અર્જુન) રાયગિહનો માળી. તે અજુણા, અજુણઅમાલાગાર અને અજુણમાલાર નામે પણ જાણીતો હતો. બંધુમતી(૨) તેની પત્ની હતી. તે મુગ્ગરપાણિ નામના યક્ષની મૂર્તિની પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે તે પૂજા કરવામાં લાગેલો હતો ત્યારે પરસ્પરના મિત્રો એવા છે પુરુષોની ટોળકીએ તેની રૂપવતી પત્નીને પકડી લીધી. તેમણે અર્જુણને દોરડા વડે બાંધીને પછી તેની પત્ની ઉપર બળાત્કાર કર્યો. અજજુણ અસહાય બનીને તે ગંદુ દશ્ય જોતો રહ્યો. તે તે ઘટના ઉપર વિચાર કરવા લાગ્યો અને તેને લાગ્યું કે આ પ્રદેશમાં ખરેખર યક્ષ જેવું કંઈ છે જ નહિ; જો ખરેખર યક્ષ હોત તો આ ઘટના બની જ ન હોત. અજુણનો ભાવ જાણીને યક્ષ તેના શરીરમાં પ્રવેશ્યો અને એકાએક દોરડાના ટુકડેટુકડા થઈ ગયા. તેણે મૂર્તિના હાથમાંથી મુગર લઈને બંધુમતી સહિત સાતે જણને મારી નાખ્યા. હવે તો દરરોજ એક સ્ત્રી સહિત સાત જણને મારી નાખવાની તેને આદત પડી ગઈ. લોકોએ તે માર્ગેથી પસાર થવાનું બંધ કરી દીધું. એક વાર મહાવીર રાયગિહ નગરની બહાર આવી ચડ્યા. મહાવીરના દર્શન કરવા જનારને અજુણે રોકેલા રસ્તેથી જ જવું પડે તેમ હતું. ચારે તરફથી તે રસ્તે ન જવાની વિનંતીઓ અને પ્રતિબંધોને ગણકાર્યા વિના મહાવીરના ચુસ્ત ભક્ત સુદંસણ(૮) તો મહાવીરના દર્શન કરવા નીકળી પડ્યા. અજુણે સુદંસણને મારવા માટે મુગર ઉગામ્યું તો ખરું પણ તે અદ્ધર જ રહ્યું, નીચે આવી શક્યું નહિ. આક્રમણ નિષ્ફળ થયું કેમ કે યક્ષે અજુણનું શરીર છોડી દીધું હતું. સુદંસણથી અત્યંત પ્રભાવિત થયેલો અજુણ પણ સુદંસણની સાથે મહાવીર પાસે ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળી તેણે સંસાર છોડ્યો અને છેવટે મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧. ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં ખંદસિરી(૨) નામ છે. જુઓ ઉત્તરાશા. પૂ.૧૧૨.
૨. અન્ત.૧૩, ઉત્તરાશા. પૃ.૧૧૨-૧૩, ઉત્તરાર્.પૃ.૭૦, મર. ૪૯૪. ૨. અજુણ હસ્થિણાઉરના અંડરાયનો પુત્ર. તે કહ(૧)ની બહેન રત્તસુભદાને પરણ્યો હતો. અભિમન્યુ તેમનો પુત્ર હતો. પંડવ પણ જુઓ.
૧. જ્ઞાતા.૧૧૭, નિશીયૂ.પૃ.૯૩. ૨. પ્રશ્નઅ. . ૮૯. ૩. અજુણ સુઘોસ(પ) નગરનો રાજા. તત્તવતી તેની રાણી હતી. ભદણંદી(૪) '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org