________________
આગમગત પ્રાકૃત વિશેષનામાંનો કોશ
૧૭
1
૧. અંબડ(અમ્બડ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. નીચે તરફની ચેનાબ ઉ૫૨ વસેલા અમ્બઠો જ કદાચ આ અંબડો છે. અંબડોના સ્થળાન્તરના કારણે પછીથી મેકલ ડુંગર ઉપર વસતા લોકો સાથે તેમને જોડવામાં આવ્યા અને લેસને (Lessen) તેમને પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં મુક્યા.
૧. પ્રજ્ઞા. ૩૭, ૨. જુઓ જિઓમ. પૃ.૧૦૧. ૩. જુઓ ટ્રાઈ. પૃ. ૯૭.
૨. અંબડ આ અને અમ્મડ એક જ છે.૧
૧. ઔપ. ૩૮, સ્થા. ૬૯૨, સમ.૧૫૯, ઋષિ. ૨૫.
૧. અંબરિતલક (અમ્બરતિલક) ધાયઇસંડમાં આવેલો વિવિધ ફળાઉ વૃક્ષોથી ભરચક એક પર્વત.૧
૧. આવયૂ. ૧, પૃ. ૧૭૩. આવમ. પૃ. ૨૨૨.
૨. અંબરિતલક અંધતિલક(૧) પર્વત ઉપર આવેલું ઉદ્યાન. ગુરુ જુગંધર(૧) ત્યાં
આવ્યા હતા.૧
૧. આયૂ. ૧. પૃ. ૧૭૪.
અંબરિસ (અમ્બરીષ) પંદર પરમાસ્મિય દેવોમાંનો એક.૧
૧. ભગ. ૧૬૬, સૂત્રચૂ. પૃ. ૧૫૪, સૂત્રનિ. ૬૯.
૧. અંબરિસિ (અમ્બર્ષિ) ઉજ્જૈણીનો એક બ્રાહ્મણ, તેની પત્નીનું નામ માલુકા. તેમને લિંબય નામનો એક ખૂબ તોફાની પુત્ર હતો. માલુકાના મૃત્યુ પછી અંબરિસિ અને જ઼િબય સંસાર ત્યાગીને શ્રમણ બની ગયા. શિંબય બીજા સાધુઓ સાથે મેળ કરી શકતો ન હતો, તેથી પાંચ સો વખત પોતાના આશ્રયસ્થાનો તેને બદલવા પડ્યાં હતાં. પરંતુ છેવટે તે વિનય અને નમ્રતાની કલા શીખ્યો.૧
૧. આવચૂ. ૨. પૃ. ૧૯૬, આવહ. પૃ. ૭૦૮, આવિન. ૧૨૯૫.
૨. અંબિરિસ આ અને અંબરસ એક જ છે.
૧. સૂત્રનિ. ૬૯.
૧. અંબસાલવણ (આમ્રશાલવન) આમલકપ્પાની ઉત્તરપૂર્વમાં આવેલું આમ્રવન. ત્યાં એક ચૈત્ય હતું.
૧. જ્ઞાતા. ૧૪૮, વિશેષાકો. પૃ. ૬૮૭, રાજ. ૨, રાજમ: પૃ. ૭.
૨. અંબસાલવણ વાણારસીના પરિસરમાં આવેલું ચૈત્ય સાથેનું આમ્રવન.
૧.નિર. ૩.૩.
૧. અંબા (અમ્બા) એક દેવી.૧
૧. આવ. પૃ. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org