________________
૩૯૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસલ અર્થાત્ ગોન્દવન (Gondwana)` સાથે સ્થાપવામાં આવી હતી પણ પછી શિલાલેખોના તાજા પુરાવાઓના આધારે પૂર્વમધ્યકાલના ગાળાના તોસલિ જનપદની એકતા તે દેશની રાજધાની રહેલા તોસિલ (અર્થાત્ ધૌલિ) નગરની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે અને તે સમયે કલિંગ દેશ તોસલિ દેશથી અલગ હતો. ૩. બૃસે.૩૮૪, ટિપ્પણ. ૧.
૧. બૃભા.૧૦૬૦-૬૧, બૃક્ષ.૩૩૧, નિશીભા.૪૯૨૨-૨૫, નિશીચૂ.૩. પૃ.૫૩૮, નિશી.૨.પૃ.૩૯૯. ૨. બૃસે.૯૫૯.
૪. નિશીભા.૫૩૯૧, નિશીયૂ.૪.પૃ.૬૨. ૫. જિઓડિ.પૃ.૨૦૫, ટ્રાઈ.પૃ.૨૮૫-૮૬. ૬. સ્ટજિઓ.પૃ.૩૪, ૧૩૪, ૧૪૨.
૩. તોસલિ તોસલિ(૨) દેશના જંગલમાં પાડાઓ યા ભેંસોથી મરાયેલા આચાર્ય. ૧. આચાચૂ.પૃ.૨૪૭, આચાનિ.૨૬૭.
૧. તોસલિઅ (તોસલિક) વેપારી પાસેથી ખરીદેલી રત્નોની જિનપ્રતિમાઓને ખૂબ જ કાળજીથી રક્ષનાર રાજા. રાજાનું નામ જે સ્થાનનો તે હશે તે સ્થાનના નામ ઉપરથી નિષ્પન્ન થયું લાગે છે.
૧
૧. વ્યવભા. ૬.૧૧૪.
૨. તોસલિઅ મહાવીરને ચોર હોવાની શંકાથી સાત વાર બંધનથી બાંધનારો તોસલિ(૧)નો ક્ષત્રિય રાજા. જેટલી વાર મહાવીરને બંધનથી બાંધવામાં આવ્યા તે બધી વખત બંધન તૂટી જતું હતું તેથી રાજાએ છેવટે તેમને છોડી મૂક્યા.
૧
૧. આવચૂ.૧.પૃ.૩૧૨.
તોસલિણગર (તોસલિનગર) આ અને તોસલિ(૧) છે.
૧. બૃભા. ૪૨૨૯.
તોસલિપુત્ત (તોસલિપુત્ત) બારમા અંગ(૩) ગ્રન્થ દિઢ઼િવાયનું જ્ઞાન ધરાવનાર આચાર્ય. જ્યારે તે દાસપુર નગરના ઉચ્છ્વઘર ઉદ્યાનમાં વાસ કરતા હતા ત્યારે આર્ય રખિય(૧) તેમની પાસે દિઢિવાય ગ્રન્થ ભણવા ગયા હતા. ત્યાં તે તેમના શિષ્ય બન્યા. એવું કહેવાય છે કે તોસલિપુત્ત રખિયના મામા હતા.
૧
ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૯૬.
૧. આવચૂ.૧.પૃ.૪૦૨.
૨. આવનિ.૭૭૬, વિશેષા.૨૭૬૭,
૩. કલ્પ.પૃ.૧૭૨.
થ
ણિય (સ્તનિત) વિયાહપણત્તિના સોળમા શતકનો ચૌદમો ઉદ્દેશક.૧
૧. ભગ.૫૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org