SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯૧ ૧. આવનિ ૭૮૧, આવચૂ.૧.પૂ.૪૨૫, વિશેષા. ૨૯૫૧થી, નન્દિ.૪૨, ઔપ.૪૧, કલ્પ (થરાવલી). ૭, ઉત્તરાનિ.પૃ.૧૫૩, ઉત્તરાશા.પૃ.૧૬૮થી, કલ્પવિ.પૃ. ૨૫૭. ૨. તેરાસિય આજીવિય ગોસાલનો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત પ્રમાણે જીવની ત્રણ અવસ્થાઓ છે - બદ્ધ, મુક્ત અને (મુક્ત પછી) પુનર્બદ્ધ. ૧. નદિચૂ.પૃ.૭૩, નહિ .પૃ.૮૭, નદિમ.પૃ.૨૩૯, સમઅ.પૃ.૪૨, ૧૩૦, સૂત્રશી. પૃ.૩૯૩. તેલ (તેલ) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. તોયધારા ઊર્ધ્વલોકમાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી. જંબુદ્દીવ-પપ્પત્તિ અનુસાર તે અધોલોકની છે. ૨ ૧. સ્થા. ૬૪૩, તીર્થો. ૧૪૭. ૨. જખૂ.૧૧૨. ૧. તોસલિ જે સંનિવેશ યા ગામ મહાવીર બે વાર ગયા હતા તે સંનિવેશ યા ગામ. આ ગામની બહાર અસુગુ%ાણ ઉદ્યાન હતું. ત્યાં સંગમ(૨) દેવે મહાવીરને ત્રાસ આપ્યો હતો. તેમને ભૂઈલે બચાવ્યા હતા. બીજી વાર જ્યારે મહાવીર આ ગામમાં આવ્યા ત્યારે તેમને તોસલિએ (૨) ક્ષત્રિયે સાત વાર સાંકળથી બાંધ્યા હતા. એવું કહેવાય છે કે તોસલિણગરમાં ઈસિતલાગ હતું. તેને ઇચિવાલ(૧)એ બંધાવ્યું હતું. આવસ્મયચુણિમાં આ સંનિવેશ કલિંગ દેશમાં હોવાનો ઉલ્લેખ છે. સ્થાનિક રાજાએ રાજા કાકવણને અહીં ગિરફતાર કર્યો હતો. પછી કાકવણ રાજાના પુત્રે તે સ્થાનિક રાજાના પ્રદેશ ઉપર આક્રમણ કરી તે પ્રદેશ પડાવી લીધો અને પોતાના પિતાને છોડાવ્યા. તોસલિની એકતા ઓરિસ્સામાં ભુવનેશ્વર નજીક આવેલા ધૌલિ સાથે સ્થાપી શકાય. અશોકના સમયમાં કલિંગ પ્રાન્તના ઉત્તરપૂર્વ ભાગનું વહીવટી મથક તોસલિ હતું.' ૧. આવનિ.૫૦૦-૫૦૨, વિશેષા. [ ૩. આવચૂ.૧.પૃ.૫૪૧. ૧૯૬૫-૬૬, આવચૂ. ૧.પૃ.૩૧૨-૧૩. ૪. એજન-પૃ.૫૪૦-૪૧. ૨. બુભા. ૪૨૧૯-૨૩, બૂલે. ૫. સ્ટજિઓ. પૃ. ૧૩૫. ૧૧૪૫-૪૬. ૨. તોસલિ જલથી સમૃદ્ધ એક દેશ. અહીં પાક નદીઓના જલથી થાય છે. તે તાડનાં વૃક્ષો માટે પ્રસિદ્ધ હતો. તેના લોકો ફળ, શાક અને ફૂલના શોખીન હતા. તે દેશમાં સ્વયંવરની વિધિ માટે જરૂરી અગ્નિ પેટાવવાના ખાડાથી યુક્ત એક સાર્વજનિક મોટો સભાખંડ (વથ્થરણા) દરેક ગામમાં હતો. સભાખંડમાં ભેગા થયેલા ઉમેદવારોમાંથી કન્યા પોતાનો વર પસંદ કરતી.તોસલિ અથવા તોસલ દેશની એકતા પહેલાં દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy