________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૬૭
ણિત્વાણ (નિર્વાણ) એરવય(૧) ક્ષેત્રના ત્રીજા ભાવી તિર્થંકર. તિત્થોગાલી તેમનો ઉલ્લેખ છઠ્ઠા તિર્થંકર તરીકે કરે છે.૧ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮.
ણિલવંત (નીલવન્ત) જુઓ ણીલવંત(૪).૧
૧. સ્થા.૬૮૯.
ણિવાણી (નિર્વાણી) એક દેવી.૧
૧. આવ.પૃ.૧૯.
ણિવુઇ (નિવૃતિ) મહુરા(૧)ના રાજા જિયસત્ત(૩૦)ની પુત્રી. તેને રાજા ઇંદદત્ત(૯)ના પુત્ર સુવિંદદત્ત(૨) સાથે પરણાવવામાં આવી હતી.
૧
૧. આવચૂ.૧.પૃ.૪૪૯, ઉત્તરાક.પૃ.૯૮, આવહ.પૃ.૭૦૩.
ણિવુઇકરા (નિવૃતિક૨ા) સંસારત્યાગના પ્રસંગે અઢારમા તિર્થંકર અર માટે ઉપયોગમાં લેવાયેલી પાલખી.૧
૧. સમ.૧૫૭.
ણિવુઇપુર (નિવૃતિપુ૨) વસંતપુર(૩)નો ધણ(૭) શેઠ જે સ્થળે ગયો હતો તે.૧ નિવૃતિ એક પ્રદેશ તરીકે પુષ્પ્રદેશનો પૂર્વાર્ધ હતો જેમાં દિનાજપુર, રંગપુર અને કૂચબિહાર સમાવિષ્ટ છે. તેનું મુખ્ય નગર બર્ધનકુટી હતું જેની એકતા ણિવ્યુઇપુર સાથે સ્થાપી શકાય.૨
૧. વિશેષા.૩૫૧૦-૧૩, આવચૂ.૧.પૃ.૫૦૯.
૨. જિઓડિ.પૃ.૧૪૨, સ્ટજિઓ.પૃ. ૯૩, ૯૮, ૧૧૪.
૧. ણિસઢ (નિષધ) બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તે પચાસ રાજકુંવરીઓને પરણ્યો હતો.તે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિઢણેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવનના સંયમપાલન પછી મરીને સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) તે દેવ તરીકે જન્મ્યો, મહાવિદેહ ક્ષેત્રમાં એક વધુ ભવ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જ મોક્ષ પ્રાપ્ત કરશે. કમલામેલાનો પતિ સાગરચંદ(૧) તેનો પુત્ર હતો અને પભાવઈ(૨) તેની પત્ની હતી.
૧
૧. નિર.૫.૧.
૨. આવચૂ.૧.પૃ.૧૧૨.
૨. ણિસઢ જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે મહાવિદેહની દક્ષિણે, હરિવાસની ઉત્તરે, લવણસમુદ્દના પૂર્વ ભાગની પશ્ચિમે અને લવણસમુદ્રના પશ્ચિમ ભાગની પૂર્વે આવેલો છે. તેની ઊંચાઈ ચાર સો યોજન છે. તેને નવ શિખર છે.
૧. જમ્મૂ.૮૩-૮૪, સૂત્ર.૧.૬.૧૫, શાતા.૬૪, જીવા.૧૪૧, સમ.૬૩, ૯૪, ૧૦૬, ૧૧૨, સ્થા.૧૯૭, ૩૦૨, ૫૨૨, ૬૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org