________________
૧૯૪
૧. આવચૂ.૧.પૃ.૪૯૫, કલ્પચૂ.પૃ.૮૯. કાલંજર (કાલઞ્જર) આ અને કલિંજર એક છે.
૧. આવહ.પૃ.૩૪૮.
કાલખમણ (કાલક્ષમણ) જુઓ કાલગ(૩)૧. ૧. ઉત્તરાનિ.પૃ.૧૨૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. કાલગ (કાલક) ધારાવાસના રાજા વજસિંહ અને તેની રાણી સુરસુન્દરીનો પુત્ર. તે સંસાર ત્યજી ગુણાકરના શિષ્ય બન્યા. કાલગની બેન સરસ્વતી પણ સંસારનો ત્યાગ કરી શ્રમણી બની.' એક વાર તેના રૂપથી મોહાંધ બની ઉજ્જૈણીનો રાજા ગદ્દભિલ્લ તેને બળજબરીથી પોતાના મહેલે લઈ ગયો અને તેને ત્યાં પૂરી રાખી. આચાર્ય કાલગ અને બીજાઓએ તેને સાધ્વીને છોડી દેવા બહુ જ સમજાવ્યો પરંતુ તે માન્યો જ નહિ. તેથી કાલગને રોષ ચડ્યો. તે પારસકુલ જવા માટે રવાના થયા, તે પ્રદેશના છન્નુ ખંડિયા '′ાઓ સાથે ઉજ્જૈણી પાછા ફર્યા, નગર ઉપર આક્રમણ કર્યું, ગદ્દભિલ્લને હરાવ્યો, સરસ્વતીને મુક્ત કરી અને શ્રમણી તરીકે પુનઃ પ્રતિષ્ઠિત કરી. ગદ્દભિલ્લને હરાવવામાં લાડ રાજાઓએ પણ તેમને મદદ કરી હતી.” તે (કાલગ) સગ લોકોને ઉજ્જૈણી લઈ ગયા હતા.પ
૩
૧. કલ્પ પૃ.૧૩૧, કલ્પસ.પૃ.૨૮૪થી. |૩. નિશીયૂ.૩.પૃ.૫૯-૬૦,ક્લ્પસ.પૃ.૨૮૪થી, ૨.નિશીયૂ.૩.પૃ.૫૯, દેવચન્દ્રસૂરિ કલ્પધ.પૃ.૧૩૧, બૃક્ષે. ૧૪૭૮. ૪. નિશીયૂ.૩.પૃ.૫૯. ૫. વ્યવભા.૧૨.પૃ.૯૪.
પોતાની મૂલશુદ્ધિટીકામાં ‘સગફૂલ’નો ઉલ્લેખ કરે છે. જુઓ કાલકાચાર્યકથાસંગ્રહ (૧૯૪૯) પૃ.૧૦.
૨. કાલગ ઉજ્જૈણીના બલમિત્ત(૧) અને ભાણુમિત્ત(૨)ના મામા.' ભાણુસિરીના પુત્ર બલભાણુએ તેમની પાસે દીક્ષા લીધી હતી. એક વાર આચાર્ય કાલગ રાજા સાયવાહણની રાજધાની પતિઢાણ ગયા હતા. રાજાએ તેમને પોસવણાની ઉજવણીના દિવસે સ્થાનિક ઉત્સવ હોવાથી પોસવણાની ઉજવણીની તિથિમાં ફેરફાર કરવા સૂચવ્યું અને તેમણે રાજાના સૂચનને સ્વીકારી લીધું. સંભવતઃ આ કાલગ અને કાલગ(૧) એક જ વ્યક્તિ છે.
૨
૧. કેટલાક કાલગને બલમિત્ત અને ભાણુમિત્તની બેનના પુત્ર ગણે છે. જુઓ દશાચૂ. પૃ.૫૫, કલ્પસૂ.પૃ.૮૯.
૨. નિશીયૂ.૩.પૃ.૧૩૧,કલ્પ.પૃ.૪,૧૪,૧૩૧, કલ્પવિ.પૃ.૨૭૦.
૩. કાલગ સુવણભૂમિમાં થોડો સમય રોકાયેલા સાગર(૫)ના દાદાગુરુ. સાગરને પોતાના જ્ઞાનનું બહુ અભિમાન હતું. કાલગ સુવર્ણભૂમિ ગયા અને તેને સન્માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org