________________
૧૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કપ્પ અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. લોકોમાં તે બૃહત્વકલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. તે છ અધ્યયનોમાં વિભક્ત છે. આ અધ્યયનો શ્રમણ-શ્રમણીઓના આચારના વિધિ-નિષેધરૂપ નિયમોનું નિરૂપણ કરે છે. તેમનાં ભક્ષ્ય, ઉપકરણ, રોકાવાનાં સ્થાનો, વગેરે અંગેના વિધિનિષેધોનું વિવરણ આ ગ્રન્થમાં છે. વ્રતપાલનમાં થતા અતિચારો યા નાનામોટા દોષો સંબંધી પ્રાયશ્ચિત્તોનું પણ વિધાન તેમાં છે. જુઓ પોસવણાકપ્પ જે લોકોમાં કલ્પસૂત્ર નામે પ્રસિદ્ધ છે.
૧
૧. નન્દિ.૪૪, નિશીયૂ.૩.પૃ.૩૬૮,૫૩૨,૫૮૩,૪.પૃ.૩૦૪, ગચ્છાવા.પૃ.૪૦, ગચ્છા.૧૩૫, જીતભા. ૨૬૫, ૩૨૨, ૪૨૭, ૫૮૮, ૬૦૧-૬૦૨, ૧૯૬૯, વ્યવ.૧૦.૨૨.
૩. કપ્પ, કપ્પક અથવા કપ્પગ(લ્પક) પાડલિપુત્તના બ્રાહ્મણ કવિલ(૬)નો પુત્ર. તે બહુ બુદ્ધિમાન હતો. તે એક મરુયની દીકરીને પરણ્યો હતો. તે તે જ નગરના રાજા ણંદ(૧)નો મંત્રી હતો. તે રાજાને તે ઘણો ઉપયોગી અને મદદગાર સાબિત થયો હતો. જો કે રાજાએ તેને ઘણો પરેશાન કર્યો અને ત્રાસ આપ્યો છતાં તે સદા રાજાને વફાદાર રહ્યો.
૧. આવચૂ.૨.પૃ.૧૮૦-૧૮૩, નન્ક્રિમ.પૃ.૧૬૧, આવહ.પૃ.૬૯૧-૬૯૩. કપ્પણિજ્જુત્તિ (કલ્પનિર્યુક્તિ) કમ્પ(૨) ઉપર ભદ્દબાહુ(૨)એ રચેલી એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' ભાષ્યની ગાથાઓથી નિર્યુક્તિની ગાથાઓને અલગ કરવી કઠિન છે.
૧. આવિન.૮૫, મ.પૃ.૨, વ્યવભા.૧૦. ૬૦૬-૬૦૭.
કપ્પપેઢા અથવા કપ્પપેઢિયા (કલ્પપીઠિકા) કપ્પ(૨)નો પ્રાસ્તાવિક ભાગ.૧ ૧. નિશીચૂ.૧.પૃ.૧૩૨, ૧૫૫, આવચૂ.૧.પૃ.૭૯, આચાયૂ.પૃ.૨. કપ્પભાસ (કલ્પભાષ્ય) કપ્પણિજ્યુત્તિ ઉ૫૨ની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા. તે બે રૂપમાં મળે છે – બૃહત્કલ્પલઘુભાષ્ય (પ્રકાશિત) અને બૃહત્કલ્પબૃહદ્ભાષ્ય (અપ્રકાશિત).
-
૧. વ્યવભા. ૧૦.૧૪૧, (પુરુષપ્રકરણ), ૨. બૃક્ષે.૨૦૨.
કપ્પવડંસિયા અથવા કપ્પવર્ડિસિયા (કલ્પાવતંસિકા) અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તે ઉવંગની અંતર્ગત છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો છે(૧) પર્લમ(૧૫), (૨) મહાપઉમ(૬), (૩) ભદ્દ(૧૦), (૪) સુભદ્દ (૮), (૫) પઉમભદ્દ(૨), (૬) પઉમસેણ(૨), (૭) ૫ઉમગુમ્મ(૧), (૮) ણલિણિગુમ્મ(૧), (૯) આણંદ(૫), અને (૧૦) હંદણ(૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org