________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૭૫ કણી (કર્ણ) વિયાહપણત્તિના અગિયારમા શતકનો સાતમો ઉદ્દેશક.'
૧. ભગ. ૪૦૯. ૧. કહ (કૃષ્ણ) વસુદેવ અને તેની રાણી દેવઈનો પુત્ર અને રામ(૧)નો ભાઈ. તે જબૂદીવના ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના વાસુદેવ(૧) હતા. જો કે તે મહુરા(૧)માં જમ્યા હતા છતાં તેમની રાજધાની બારવઈ હતી. તે તેમની વીરતા માટે પ્રસિદ્ધ હતા. તેમણે મહરા(૧)ના રાજા કંસનો તેમજ કંસના સસરા તથા નવમા પડિસત્તરાયગિહના રાજા જરાસંધનો વધ કર્યો હતો. કહ મહારહ તરીકે પણ જાણીતા હતા. કણહ કરુણાળુ રાજા હતા. તેમની નીચે સમુદ્રવિજય વગેરે જેવા દસ માનનીય રાજાઓ, બલદેવ(૧) વગેરે જેવા પાંચ મહાવીરો અને સંબ વગેરે જેવા સાઠ હજાર વીરો હતા. તેમને સોળ હજાર રાણીઓ હતી, તેમાં નીચેની આઠ પટરાણીઓ હતી – પઉમાવઈ (૧૪), ગોરી(૨), ગંધારી(૪), લખણા(૨), સુસીમા(૨), જંબવઈ(૧), સચ્ચભામા(૧) અને પ્પિણી. આ આઠમાં રુપ્પિણી અગ્ર હતી. ગયસુકમાલ(૧) તેમનો ખરો ભાઈ હતો.* અવરકંકાના રાજા પઉમણાભ વડે અપહરણ કરાયેલી પાંચ પંડવોની પત્ની દોવઈને છોડાવવા તે અવરકંકા ગયા હતા. તે પઉમણાભને હરાવવામાં અને દોવઈને છોડાવવામાં સફળ થયા હતા. જ્યારે તે અવરકંકાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે કેવળ ગમ્મત ખાતર પંડવોએ તેમને ગંગા પાર કરવા માટે રખાયેલી નાવ સંતાડી દીધી. પરિણામે ગંગાના સામેના કિનારે જવા માટે કહને આખી નદી તરવી પડી . તેથી કણહને ત્રાસ થયો. એટલે કહે પંડવોને દેશનિકાલ કર્યા. તિર્થીયર અરિટ્ટણેમિએ કહ આગળ બારવઈના નાશનું ભવિષ્ય ભાખ્યું હતું. વળી કહના મૃત્યુનો સમય, સ્થળ અને કેવી રીતે મૃત્યુ થશે તે પણ તેમણે કહને જણાવ્યું હતું, અને ભાખ્યું હતું કે કણહ ત્રીજી નરકભૂમિ વાલુયપ્પભામાં જન્મ લેશે અને પછી આવતી ઉસ્સપ્પિણીમા પંડની રાજધાની સયદુવારમાં બારમા તિર્થંકર અમમ(૨) તરીકે જન્મ લેશે.“ કહ એક હજાર વર્ષ જીવ્યા હતા. તેમની ઊંચાઈદસ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં ગંગદા(૪) હતા.તે વાસુદેવ(૨) નામથી પણ પ્રસિદ્ધ છે.૧૧ ૧.પ્રશ્ન.૧૫, અન્ત.૧, જ્ઞાતા.૫૨, | ૬. જ્ઞાતા.૧૨૬-૧૨૭.
૧૧૭, તીર્થો. ૪૮૫, ૫૬૬. ૭. સમ.૧૫૯ પ્રમાણે તે આવતા ઉત્સર્પિણી ૨. સ્થા.૪૫૧.
કાલચક્રમાં તેરમા તીર્થંકર થશે. ૩. અત્ત. ૬.
૮. અત્ત.૯, જ્ઞાતા.પ૩, સ્થા.૬૯૨, ૭૩૫, ૪. અન્ત.૧-૬, નિર.૫, સ્થા.૬૨૬, સ્થાઅ.પૃ.૪૩૩-૪૩૪, દશહ.પૃ.૩૬, આવયૂ.૧.પૃ.૩૬૧-૩૬૫.
તીર્થો.૬૧૪, આવનિ.૪૧૩. ૫. જ્ઞાતા.૧૨૪-૨૬, સ્થાઅ.પૃ.૫૨૪, | ૯. સમ.૧૦, સ્થા.૭૩૫, આવનિ.૪૦પ. કલ્પશા.પૃ.૩૩, કલ્પ.પૂ.૩૪, ૧૦. સમ. ૧૫૮. પ્રશ્નઅ.પૃ.૮૭.
૧૧. ઉત્તરા.૨૨.૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org