________________
૧૦૮
લોકોએ તે દેવોની આરાધના કરી હતી.
૧
૧. જમ્મૂ .૫૬-૬૧, આવચૂ. ૧. પૃ. ૧૯૪-૧૯૫.
આવી જુઓ આદી.
૧. સ્થા. ૭૧૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
આસ (અશ્વ) જુઓ અસ્સ.૧
૧. જમ્મૂ. ૧૫૭, ૧૭૧.
આસકણ (અશ્વકર્ણ) એક અંતરદીવ.૧
૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા. ૩૬, જીવા. ૧૦૮, નન્દ્રિય.પૃ.૧૦૩.
આસગ્ગીવ (અશ્વગ્રીવ) ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ પડિસસ્તુ. તે ઘોડગગીવ નામે પણ જાણીતા છે. તે જ કાલચક્રમાં થયેલા પ્રથમ વાસુદેવ(૧) તિવિટ્ટ(૧) વડે તે હણાયા હતા.૧
૧. વિશેષા.૧૭૬૭, આવચૂ.૧.પૃ.૨૩૨-૩૪, સમ.૧૫૮, સૂત્રચૂ.પૃ.૩૪૧, તીર્થો.૬૧૦. આસણેય (અશ્વનેય) અઠ્યાસી ગહમાંનો એક. આ અને અસ્સાસણ એક છે. ૨. સૂર્ય ૧૦૭.
૧. જમ્મૂ. ૧૭૦.
આસત્થામ (અશ્વસ્થામન્) જેણે દોવઈના સ્વયંવરમાં ભાગ લીધો હતો તે હત્થિણાઉરનો રાજકુમાર.'
૧. જમ્મૂ. ૧૧૭.
આસપુરા (અશ્વપુરા) જંબુદ્દીવ અને ધાયઈસંડ એ બેમાંથી દરેકના મહાવિદેહમાં વહેતી સીઓઆ નદીની દક્ષિણે આવેલા પમ્પ નામના વિજય(૨૩)ની રાજધાની.
૧. સ્થા. ૬૩૭, જમ્મૂ.૧૦૨.
૨. જમ્મૂ. ૯૨.
આસમિત્ત (અશ્વમિત્ર) સાત ણિણ્ડવમાંનો એક. તેણે સમુશ્કેયનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો. આ સિદ્ધાન્ત મુજબ દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ પ્રતિ ક્ષણે નાશ પામે છે. આસમિત્ત કોડિણ(૧)નો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય હતો. એક વાર અણુપ્પયવાદ પુત્વનું અધ્યયન કરતાં તેના જોવામાં આવાં વાક્યો આવ્યાં— ‘વર્તમાન ક્ષણના નારકીઓ નાશ પામશે, વર્તમાન ક્ષણના દેવો નાશ પામશે, વગેરે. તેવી જ રીતે બીજી ક્ષણના, ત્રીજી ક્ષણના વગેરે ક્ષણના નારકીઓ તેમ જ દેવો નાશ પામશે.’ તેથી તે વિચારવા પ્રેરાયો કે દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ ઉત્પન્ન થતાં વેંત નાશ પામી જાય છે. તિત્શયર મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે આ ઘટના બની. પછી છેવટે આમિત્તને પોતાનો સિદ્ધાન્ત મિથ્યા હોવાનું ભાન થયું અને તેણે તે સિદ્ધાન્ત છોડી દીધો.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org