________________
૫. નામ કર્મબંધનાં કારણો:
નામકર્મના બે ભેદ છે શુભકર્મ અને અશુભકર્મ શુભનામકર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા કે સંતોષ જેવા ગુણો વડે તથા ગુણી જનોની પ્રશંસા, અહિંસા ધર્મના પાલનથી, તથા દુષ્કૃત્યની ગર્લા-નિંદાથી શુભનામ કર્મ બંધાય છે. અશુભનામકર્મ : મન, વચન, કાયાની વક્રતા. પરનિંદા અને સ્વપ્રશંસા કરવી. વિષયભોગની લોલુપતા, છળ, પ્રપંચ, અસત્ય, ચોરી આરોપ મૂકવા જેવા દુષ્કૃત્યથી અશુભનામકર્મ બંધાય છે.. ગોત્ર કર્મબંધનાં કારણો : ૧. ઉચ્ચગોત્ર: નિરહંકાર, ગુણ, ગૃહણતા, જિનભક્તિ, ગુરુ ઉપાસના, શાસ્ત્ર અધ્યયનમાં રૂચિ, વગેરેથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ૨. નીચ ગોત્ર: અહંકાર, મદ, મત્સર જેવી વૃત્તિઓ, પર નિંદા સ્વપ્રશંસા
જેવા દુર્ગુણોથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. ૭. વેદનીય કર્મબંધનાં કારણો:
શાતાદનીય કર્મ : જિનભક્તિ, જ્ઞાની ગુરુજનોની સેવા, ધર્મની શ્રદ્ધા, દયા, ક્ષમા, વ્રત વગેરેનું પાલન કરવું. મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ, સુપાત્રદાન, કષાયો અને વિષયોની મંદતા વગેરે કારણથી શાતાવેદનીય કર્મ બંધાય છે. અશાતા વેદનીય કર્મ: ઉપરના કારણોની વિરૂદ્ધ વર્તવાથી, શોક સંતાપ કરવાથી આકંદ, રૂદન કરવાથી, હિંસા જેવા પાપકાર્ય કરવાથી, અભક્ષ્ય જેવા પદાર્થોના સેવનથી, સદેવ ગુરુની નિંદા કરવાથી, અશાતા વેદનીયનું કર્મ
બંધાય છે. ૮. આયુષ્ય કર્મબંધનાં કારણો :
પંચમગતિના અપેક્ષાએ ચારે પ્રકારના આયુષ્ય સહિત ચારે ગતિમાં દુઃખ છે, છતાં મનુષ્ય અને દેવનું આયુ શુભ ગણાય છે. નરકાયુઃ મહા આરંભ પરિગ્રહ કરવો, તેનો મોહ રાખવો, ઘણા પાપ યુક્ત વ્યાપાર, કૂર પરિણામ, હિંસાત્મક પ્રવૃત્તિ, માંસભક્ષણ, વૈરભાવ, રૌદ્રધ્યાન, રાત્રીભોજન અને વ્યભિચાર જેવાં કાર્યોથી નરકાયું બંધાય છે. તિર્યંચાયુ છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, આર્તધ્યાન વગેરેથી તિર્યંચાયુ બંધાય છે. મનુષ્યાય : સરળતા, સંતોષ, વિનય, ઉદારતા, પરોપકારવૃત્તિ કષાય-વિષ ની મંદતા, અલ્પ આરંભ પરિગ્રહતેમાં સંતોષ જેવા ગુણોથી મનુષ્યાયુ બંધાય છે. દેવાયુઃ સરાગ સંયમ, બાળ તપ, અજ્ઞાનમય ધર્મક્રિયા દેશવિરતિ જેવા કારણોથી દેવાયું બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org