________________
આઠ કર્મબંધનાં વિશેષ કારણો જગતની રચના કારણ અને કાર્ય ઉપર નિર્ભર છે. જીવ અજ્ઞાનને કારણે કર્મબંધ
કરે છે. જ્ઞાન સ્વભાવને કારણે મોક્ષને સાધે છે. ૧. જ્ઞાનાવરણીય કર્મબંધનાં કારણો :
જીવ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનનું આવરણ તેને દુખદાયક છે, અને તે પાપની નીપજ છે. પોતે પાંચ પ્રકારના સમ્યગજ્ઞાન સ્વરૂપ હોવા છતાં તેનો અનાદર હોવો, જ્ઞાનના ધારક જ્ઞાની દેવ ગુરુનો અનાદર નિંદા કે અવજ્ઞા કરવી, તેમની પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરી આશાતના કરવી, પોતાના શિક્ષા કે દીક્ષા ગુરુને છુપાવવા તથા અન્યને ભણવામાં અંતરાય કરવો, જ્ઞાનનાં સાધનો, ઉપકરણોની શુદ્ધિ ન જાળવવી તેનું માહાત્મન સમજવું તથા તે સાધનોની આશાતનાથી જ્ઞાનાવરણીય
કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મબંધનાં કારણો:
આત્મા સ્વયં ઉપયોગ લક્ષણ સહિત છે. તે ઉપયોગમાં પ્રમાદ સેવવાથી તથા
જ્ઞાનાવરણીય કર્મના જેવા કારણોથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૩. મોહનીયકર્મ બંધનાં કારણો :
૧. દર્શનમોહનીય કર્મબંધનું કારણ : જ્ઞાની ભગવંતોએ વસ્તુનું જ સ્વરૂપ બતાવ્યું છે તેનાથી વિપરીત કહેવું, ઉસૂત્ર પ્રરૂપણા કરવી, સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો રત્નત્રયના સન્માર્ગનો નિષેધ કરવો, અને પાપાત્મક ઉન્માર્ગનો ઉપદેશ આપવો. સર્વજ્ઞ દેવ અને નિર્ગથી ગુરુ, સંઘ કે શાસ્ત્રના સિદ્ધાંતોથી વિરુદ્ધ બોલવું કે વર્તન કરવું, તેનાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે. ૨. ચારિત્રમોહનીય કર્મબંધનાં કારણો : ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિઓને સેવવાથી, હાસ્યાદિ નવનો – કષાયના સેવનથી, તથા પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત રહેવાથી. ચારિત્ર
મોહનીય કર્મ બંધાય છે. ૪. અંતરાય કર્મબંધનાં કારણો:
પોતે ધર્માદિ કાર્યો ન કરે, અન્યના ધર્મકાર્યમાં અંતરાય કરવાથી જીવ ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી. જિનપૂજાદિ વ્રતતપાદિમાં કે દાનાદિ જેવા સુકૃત્યમાં અન્યને અવરોધ કરવાથી તથા હિંસાદિ પ્રવૃત્તિ કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org