________________
અશુભવચનયોગ
ખરાબ કામમાં જોડાણ. અશુભવચનયોગ વચનનો ખરાબ કામમાં ઉપયોગ. જેમકે જૂઠું બોલવું, ગાળ દેવી.
અશુભવિપાક : ખરાબ પરિણામ આપનાર કર્મ. જેના પરિણામે અશાંતિ (દુઃખ) ભોગવવું પડે તેવું કર્મ.
૩૪૨
અશુભાનુપ્રેક્ષા : સંસારની અશુભતાનો વિચાર.
અશૂન્યકાલ ઃ જણાવવા ધારેલા ઠેકાણે બહારથી કોઈ નવો જીવ ઉત્પન્ન ન થાય અને તેમાંથી મરીને કોઈ જીવ બહાર જાય નહિ તેટલો વખત, અવિરહકાળ.
અશોકવૃક્ષ :
દેવતાઓ તરફથી
બતાવાતા તીર્થંકરોના આઠ પ્રકારનાં પ્રાતિહાર્ય પ્રભાવ) માંહેનો એક.
અષ્ટકર્મ :
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારનાં કર્મ, અષ્ટપ્રકારીપૂજા : જળ, ચંદન, ધૂપ,
ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય અને ફળ એમ આઠ પ્રકારની પૂજા. અષ્ટપ્રવચનમાતા : શ્રાવક-શ્રાવિકાને સામાયિક પૌષધમાં અને સાધુ, સાધ્વીને દરરોજ પાળવાના આઠ આચાર, પાંચ સમિતિ એટલે
Jain Education International
સરળ
ધ્યાનપૂર્વક ક્રિયા કરવી તે અને ત્રણ ગુપ્તિ, અશુભ કામમાંથી અટકવું તે. (૧) જોઈને ચાલવું, (૨) વિચારીને બોલવું, (૩) ખાવાપીવાની ચીજ તપાસીને લેવી, (૪) અહિંસા, (૫) નિર્માલ્ય ચીજ નાંખી દેતા હિંસા ન કરવી, (૬) મનનો સંયમ (૭) જરૂર પડ્યે જ બોલવું અને (૮) જરૂર વિના શારીરિક પ્રવૃત્તિ ન કરવી. એ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. અષ્ટમપ્રતિહાર્ય : તીર્થંકરોનો આઠ પ્રકારે પ્રાતિહાર્ય) જોવામાં આવતો પ્રભાવ.
અસØાય ઃ શાસ્ત્રનો અભ્યાસ અટકાવનારું કારણ. તેવાં કારણ ૩૨ છે. અસદ્ભુતવ્યવહારનય જુદા રહેલા પદાર્થને એકરૂપે માને તેવી સમજ. એક પદાર્થને બીજા રૂપે જાણવાવાળું જ્ઞાન, જેમકે માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. અસમર્થકારણ : પરિણામ પેદા કરનાર સામગ્રીના બે ભેદમાંનો એ નામનો એક. અસમાધિ : મનની એકાગ્રતા ન હોવાપણું. અસમાધિમરણ : દુઃખદ સ્થિતિમાં થતું મરણ. બાળભાવે એટલે અજ્ઞાન દશામાં આર્તધ્યાન કરતાં થતું
For Private & Personal Use Only
www.jainelibrary.org