________________
અનાગત
અને લોભનો ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટ કરનાર. અનાગતઃ પર્યુષણમાં કરવાનું તપ કારણસર અગાઉથી કરી લેવું તે દસ પચ્ચક્ખાણમાંનું એ નામનું એક. ભૂતકાળ. અનાગાર ઃ ત્યાગી, વિષયતૃષ્ણા વગ૨નો પુરુષ.
અનાચાર : આચાર-વ્યવહા૨નો ભંગ, પચ્ચક્ખાણની હદનું ઉલ્લંઘન. અનાચિન : ભિક્ષાને લગતા અભિઘટ દોષના બે ભેદમાંનો એ નામનો એક. અનાચીર્ણઃ નહિ આચરવા જેવું. અનાજીવ ઃ ગુજરાન વગરનું. અનાતીત : સંસારસાગર ઓળંગી પેલે પાર પહોંચનાર જીવ. અનાભોગ એ નામનું એક જાતનું
મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા. અનિત્ય ઃ વિનાશી ક્ષણભંગુર. અનિત્યભાવના ઃ સંસારની બધી વસ્તુ નાશવંત છે એવી માન્યતાનું ચિંતન.
અનિવૃત્તિબાદર : નવમું ગુણસ્થાન. અનિષ્કૃતપાપ ઃ જેનું પ્રાયશ્ચિત્ત ન થયું
હોય તેવું પાપ.
અનુકંપક : આત્મહિતમાં પ્રવૃત્ત થનાર. અનુકંપા : કરુણા. અનુગમન : ગુરુને આવકાર આપવા સામા જવાની ક્રિયા.
Jain Education International
૩૩૬
સરળ
અનુગુણ : સૂત્રની વ્યાખ્યા. અનુત્તર ઃ દેવતાઓનો એ નામનો
પ્રકાર.
અનુત્તરગતિ : મોક્ષ.
| અનુત્તરવિમાન : વિજય, વૈજ્યંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ એ પાંચ વિમાનમાંનું દરેક, આમાંના પહેલા ચાર વિમાનમાં વસતા દેવ બે વાર મનુષ્યજન્મ ધારણ કરીને અને સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી દેવ ફક્ત એકવાર મનુષ્યજન્મ લઈને મોક્ષ પામે છે. અનુધર્મ : અનુકૂળ ધર્મ. અનુધર્મચારી : તીર્થંકરના માર્ગ પ્રમાણે
ધર્મ પાળનાર, ચાલનાર, અનુબંધદયા : દયાના આઠ પ્રકાર માંહેનો એ નામનો એક પ્રકાર. ગુરુ શિષ્યના હિત માટે ઠપકો આપે. અનુભવગોચર : પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાતું.
અનુષ્ઠાન : આચરણ, ક્રિયા. અમૃતાનુબંધી : રૌદ્રધ્યાનના ચાર ભેદ માંહેનો બીજો, ખોટું બોલવાનો વિચાર કરી અને ખોટું બોલી તેમાં આનંદ લેવા સંબંધનું. અનેકાંત અનેકધર્મ આત્મા ત્રિકાળ હોઈ નિત્ય છે, અને ક્યારેક તે અવસ્થા પલટે તેથી તે અનિત્ય છે. આવી રીતે આત્મા અને દરેક વસ્તુ અનંતધર્મવાળી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org