________________
શબ્દપરિચય
પ્રદેશોમાં સ્થિત છે તે ૫૨સમય છે. જે ભવ્ય જીવ સમ્યજ્ઞાનાદિમાં સ્થિત છે તે સ્વસમય છે. વિભાવમાં લીન પ૨સમય છે. સ્વભાવમાં લીન સ્વસમય છે. સમયક્ષેત્ર : અઢી દ્વીપ, જ્યાં મનુષ્ય,
તિર્યંચનું જન્મમરણ છે, તેવું ક્ષેત્ર. ચંદ્ર-સૂર્યની ગતિ આશ્રયી રાત્રિદિવસનો કાળ જ્યાં છે તે. સમયજ્ઞ : શાસ્ત્રોને જાણનાર જ્ઞાની પુરુષો, શ્રુત કેવળી આદિ. સમયપ્રબદ્ધ ઃ એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને નોકર્મપરમાણુ બંધાય તે. સમયવિત્પુરુષ : શાસ્ત્રો-પૂર્વોનું જ્ઞાન ધરાવનાર જ્ઞાનીપુરુષો, શ્રુતકેવળી, આદિ.
સમયસારનાટક : પં. બનારસીદાસકૃત આધ્યાત્મિક રચના છે.
સમરાંગણ : યુદ્ધ ભૂમિ કે લડાઈનું ક્ષેત્ર. સમર્પણભાવ : જ્યાં ઉપકાર કે પ્રીતિ છે
તેને આધીન રહેવું. દેવગુરુ પ્રત્યેનો સમર્પણભાવ પરંપરાએ મોક્ષનો હેતુ છે. લૌકિક સંબંધોનો સમર્પણ ભાવ અપેક્ષાવાળો છે, તે રાગાદિનો હેતુ હોવાથી બંધનકારી છે. સમવસરણ : અર્હત ભગવાનના
ઉપદેશ માટેનું સ્થાન તિર્યંચ મનુષ્ય તથા દેવ તેમની અમૃતવાણીનું શ્રવણ કરીને તૃપ્ત
Jain Education International
સમશ્રેણી
થાય છે. આ સમવસરણ દેવ રચિત હોય છે. તેની સાત ભૂમિ અતિ રમણીય હોય છે. દરેક જીવ સમાન ભાવથી બેસે છે તેથી ગણધરોએ તેને સમવસરણ કહ્યું છે. જ્યાં બા૨ પર્ષદા હોય છે. સમવાયઃ સિદ્ધ પદાર્થોનું એકપણે મળવું તે. સમવાય કારણો પાંચ છે. કર્મ, કાળ, સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ, કોઈ પદાર્થની સિદ્ધિ માટે ગૌણ મુખ્યતાએ આ પાંચ કારણ હોય છે.
૨૯૭
સમવાયાંગ સૂત્રઃ શ્વે. આ. સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત સૈદ્ધાંતિક ગ્રંથ છે. પંડિતવર્ય સુખલાલજીએ તેનું ભાષાંતર કર્યું છે. સમવાયીકારણ જે કારણ : પોતે કાર્યસ્વરૂપે બને. જેમકે ઘડાનું સમવાયીકારણ માટી. મોક્ષનું સમવાયીકા૨ણ શુદ્ધોપયોગ. સમવૃત્તિ : સહવૃત્તિ. દ્રવ્ય અને ગુણ સહવર્તી છે. ગુણ ગુણીનો એકરૂપથી અનાદિ
તાદાત્મ્ય
સંબંધ.
સમવેત સહિત યુક્ત. જેમકે ધર્મભાવથી યુક્ત.
સમશ્રેણી : ભાવમોક્ષ પામેલો સમય આવતાં જ્યારે નિર્વાણ પામી મોક્ષે જાય છે, ત્યારે આજુબાજુના વધારાના એક પણ પ્રદેશને
For Private & Personal Use Only
www.jainelibrary.org