________________
શબ્દપરિચય
૨૭૫
ઉચિત છે.
કાળના માધ્યમથી તેમાં ઘણા ભેદ છે. સવિશેષ સામાયિક, તથા પાંચે પ્રતિક્રમણમાં તેની વિશેષતા છે. કાયોત્સર્ગથી થતી શુદ્ધિ દ્વારા કર્મનાશ તથા દુઃખનો નાશ થાય છે. કાયોત્સર્ગમાં કાયાનો ત્યાગ નથી પરંતુ તેના મમત્વનો ત્યાગ છે. જો તેમ ન થાય તો અતિચા૨ લાગે છે. આથી અન્ય દોષ ટાળીને નિરતિચાર કાયોત્સર્ગ કરવો. તે અત્યંત૨ તપમાં છઠ્ઠું અત્યંત મહત્ત્વનું તપ હોવાથી તપના બધા પ્રકારથી થતી યોગ્યતા પછી અંતમાં છે. તેમાં પાંચ અણુવ્રત કે મહાવ્રત પણ સમાઈ જાય છે. વ્યુત્ક્રાંત પ્રથમ નરકનું અગિયારમું
પટલ.
વ્રત :
મુપરતક્રિયાનિવૃત્તિ શુક્લધ્યાનનો : ત્રીજો ભાંગો, શુદ્ધ ધ્યાન. વ્રણમુખ : ઔદારિક શરીરનો પ્રકાર. યાવજીવન હિંસાદિ પાંચે અવ્રત, પાપોથી નિવૃત્તિ તે સાધુતે સાધ્વી જનો માટે મહાવ્રત, સર્વવિરતિ વ્રત છે. શ્રાવક શ્રાવિકા માટે અલ્પ-એક દેશવ્રત તે દેશવરત અણુવ્રત છે. આ વ્રતોનું ભાવના સહિત નિરતિચાર પાલન કરવાથી સાધક માટે સાક્ષાત કે પરંપરાએ મોક્ષની
Jain Education International
વ્રત
પ્રાપ્તિનો હેતુ છે. હિંસાદિથી નિવૃત્ત થવું, પ્રતિજ્ઞા / નિયમ લેવા, પદાર્થોનો અલ્પાધિક ત્યાગ કરવો, પાત્રદાન આદિમાં પ્રવૃત્તિ કરવી, વ્યવહારરૂપ વ્રત છે. કષાયોનો ત્યાગ તે અત્યંતર વ્રત છે. શ્રાવકોના અણુવ્રતસમ્યક્ત્વ સહિત છે.
વ્રતધારીએ રાત્રિભોજનનો ત્યાગ કરવો. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ સ્વભાવમાં સ્થિર થઈ શુભાશુભ રાગ આદિ વિકલ્પનો ત્યાગ કરવો તે વ્રત છે. અર્થાત્ આત્મા વડે આત્મામાં પ્રવૃત્તિ કરવી. મોહનીય કર્મના ઉદયના અભાવમાં શુદ્ધોપયોગ તે ચારિત્ર છે, તે ઉત્કૃષ્ટ વ્રત છે. દેશ વ્રત કે મહાવ્રત ગુરુજનો પાસે વિવેક સહિત લેવાના છે. સવિશેષ દેવ, ગુરુ, સંઘની સાક્ષીમાં કરવા જરૂરી છે.
દ્રવ્ય ક્ષેત્રાદિને અનુરૂપ વ્રત લેવા. તેને દૃઢપણે પાળવા પ્રયત્ન કરવો. મરણાંત ઉપસર્ગમાં પણ મુનિ પ્રતિજ્ઞાનો ત્યાગ ન કરે. છતાં કોઈ પ્રમાદવશ વ્રતભંગ થાય તો શીઘ્ર પ્રાયશ્ચિત્ત કરે. વ્રતમાં ટકવા માટે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓનું ભાવન કરવું. વ્રત સામાન્યપણે પુણ્યનો હેતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org