________________
૧૮૧
પ્રાણાયામ
શબ્દપરિચય
પ્રાણીના પ્રાણ હણવા. જીવઘાત
કરવો. પહેલું પાપસ્થાનક. પ્રાણાતિપાતિકી ક્રિયા : અન્ય જીવોની
જેમાં હિંસા થાય તેવી આરંભસમારંભવાળી ક્રિયા; પચીસ
ક્રિયામાંથી પાંચમી. પ્રાણાપાન: શ્વાસોચ્છવાસની
પદ્ધતિસરની ક્રિયા. પ્રાણાયામ: જૈનેતર સાધકો ધ્યાન તથા
સમાધિમાં પ્રાણાયામની મુખ્યતા માને છે. જેનાચાર્ય તેની મહત્તા માનતા નથી કારણ કે ચિત્તની એકાગ્રતા થતાં શ્વાસ નિરોધ સ્વતઃ થાય છે. યદ્યપિ તેના ઘણા ભેદ છે. ત્રણે યોગનો નિગ્રહ કરવો અને શુભ ભાવના રાખવી તે પ્રાણાયામનો એક હેતુ છે. નાસિકાથી પવનને તાલુરન્દ્રમાં ખેંચીને પ્રાણને ધારણ કરી શરીરમાં પૂર્ણ રીતે રોકે તે પૂરક, તેને નાભિમાં સ્થિર કરી રાખે તે કુંભક, ત્યાર પછી નાભિમાંથી પ્રયત્નપૂર્વક બહાર કાઢે તે રેચક આ ત્રણેની એક સંજ્ઞા પ્રાણાયામ
કરાવીને ત્યાં નિયંત્રણ કરે છે. આ દશા અચિંત્ય છે. દુર્લભ છે. ઘણા અભ્યાસ વડે, શ્રમ વડે, અનુભવગોચર થાય છે. જૈનદર્શનની પ્રણાલિમાં બાનાવસ્થામાં શ્વાસોચ્છવાસનો પ્રવાહ સ્વાભાવિક હોવો જોઈએ. જેથી શરીરને કંઈ પણ કષ્ટનું કારણ બને કે ધ્યાનમાં વિકળતા ન આવે. વળી પ્રાણાયમ મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. પવનજય થવો તે આત્મસાક્ષાત્કાર કે આત્મદર્શન નથી. માટે મુખ્યત્વે મુમુક્ષુ કે મુનિને ભોગોથી વિરક્ત થઈ, કષાયમંદતા વડે. વિશુદ્ધભાવયુક્ત જિતેન્દ્રિય થવું તે યોગીનો પ્રાણાયામ છે. પ્રાણાયામ -- વાયુ ધારણાથી મુક્તિ ન હોય કેમકે વાયુ પૌગલિક છે, શરીરનો ધર્મ છે. મુક્તિ આત્માનો સ્વભાવ છે. વાયુધારણા કથંચિત એકાગ્ર થવાનું સાધન છે. વાયુધારણા મુક્તિનું કારણ હોય તો આ કાળમાં તે વડે મુક્તિ થઈ શકે. પણ તે વડે મુક્ત થતી નથી. તે શરીરના સ્વાથ્યનું કારણ બની શકે. મુક્તિ કે ધ્યાનનું નહિ. યદ્યપિ દીર્ઘકાળની સાધના વડે પ્રાણાયામને સિદ્ધ કરીને યોગીઓ વિષયોને જીતે છે. મનને સંયમમાં
આ પ્રાણાયામનો અભ્યાસી-યોગી નિષ્પમાદી થઈને ઉત્તમ પ્રયત્ન વડે પોતાના મનને પવનની સાથે મંદ ગતિએ નિરંતર હૃદય કમળની કણિકામાં મધ્યમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org