________________
ઋણ મુક્તિ અંતમાં શું કહેવું અને લખવું?
જિજ્ઞાસુ મિત્રોના સહયોગ અને સદ્ભાવનાઓ માટે તેમનું અભિવાદન કરું છું. તેમની નામાવલિ જાહે૨ ક૨વાની મનાઈ છતાં મારી શુભભાવનાને વ્યક્ત કરવાની મેં છૂટ લીધી છે. કારણ કે હવે કદાચ આવું વિસ્તૃત લેખન થાય કે નહિ ? તેથી અવસ૨નો આનંદ વ્યક્ત કરું છું. સંભવ છે કોઈ શુભનામ રહી ગયું હોય તો ક્ષમાયાચના. પ્રસ્તુત પુસ્તકના શુભાશીષ માટે પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણ વિજ્ય મહારાજ સાહેબને સાદર વંદન.
પૂ. સ્વ. શ્રી બાપજીના આશાવર્તી શ્રી સુનંદાજી મ. સાહેબના શિષ્યા પૂ. સાધ્વી શ્રી સુલોચના શ્રીનો શબ્દના અર્થને તપાસવા માટે સાદર વંદન.
તે તે ગ્રંથના પ્રત્યક્ષ પરોક્ષ ગ્રંથકારોના પરિશ્રમમાંથી કંઈક લાભ મળ્યો તે માટે તેઓ પ્રત્યે કૃતજ્ઞ છું.
આનંદસુમંગલ પરિવારના બહેનો જેમણે લેખનના ઉતારા કર્યાં, શબ્દોના પ્રૂફો તપાસવાની તેમની ઉમંગભરી ભાવનાને હાર્દિક આવકારું
છું.
મુદ્રણકાર્યના મુખ્ય કાર્યકર શ્રી રોહિતભાઈએ પણ અકારાંતને સરખા કરવામાં ઘણો પરિશ્રમ કર્યો છે. આભાર.
મુદ્રણકાર્ય તથા મુખપૃષ્ઠના કાર્ય માટે સૌનો આભાર.
આમ સર્વ પ્રકારે પુસ્તક આનંદ સંપન્ન થવા માટે દેવગુરુના અનુગ્રહથી ઋણી છું તથા સૌના સહયોગ બદલ આભારી છું. જેના સહયોગથી અને શુભભાવનાથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો તે સૌને સમર્પિત કરી વિરમું છું.
સુનંદાબહેન
Jain Education International
9 +
For Private & Personal Use Only
www.jainelibrary.org