________________
ખાસ નોંધ
જિજ્ઞાસુઓ આને માત્ર શબ્દકોશ ન માને પણ શાસ્ત્રજ્ઞાનની સામગ્રીયુક્ત ગ્રંથ માનીને અભ્યાસ કરે, તોપણ ઘણું જાણવા મળશે. વાસ્તવમાં આ કેવળ શબ્દકોશ નથી, તેથી તેના બે વિભાગ કરવામાં આવ્યા છે.
પ્રથમ વિભાગ જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય.
દ્વિતીય વિભાગ સરળ શબ્દકોશ
પ્રથમ વિભાગમાં માત્ર શબ્દાર્થ નથી પણ તે તે શબ્દોનો ભાવાર્થ અને વ્યાખ્યાઓ પણ મૂકી છે, જે રસપ્રદ અને સમજવા જેવી છે. બીજા વિભાગમાં જૈન તથા લોકભોગ્ય શબ્દનો સંગ્રહ છે. તેમાં સંક્ષિપ્ત નોંધ અને શબ્દાર્થ છે.
જોકે બે વિભાગ કરવામાં કોઈ શબ્દોમાં પુનરુક્તિ છે, છતાં આશય એ છે કે પ્રારંભના અભ્યાસીને ટૂંકા શબ્દાર્થોથી સમજવાની અનુકૂળતા રહે.
-
વળી કેટલાક શબ્દોના અર્થ વિરોધવાળા અને અપરિચિત લાગવાથી એમ જણાશે કે આ અર્થ હોવો સંભવ છે ! પરંતુ આપણી શબ્દ પરિચયની અલ્પતાથી એમ લાગશે તે નીચેના શબ્દો જોતાં જણાશે. શબ્દોમાં પણ કેવી વિવિધતા અને વિચિત્રતા છે?
અપાય : જ્ઞાન, અધ્યવસાય, દુઃખ. ભૂમિ : વિશાળતા, પૃથ્વી, જમીન. માતંગ: હાથી, શૂદ્ર જાતિનો માનવ. રક્ત ઃ લોહી - અનુરાગવાળું.
પત : આબરૂ, રક્તપિત્તનો રોગ
સ્વજન : મિત્રો,
શ્વજન : કૂતરો.
વધુઃ ઘણું.
વધુઃ પુત્રવધૂ.
Jain Education International
१४
For Private & Personal Use Only
www.jainelibrary.org