________________
શબ્દપરિચય
પ્રદેશી છે, કાળ અપ્રદેશી છે. દ્રવ્યકર્મ : કાર્મણવર્ગણા કર્મત્વરૂપે પરિણમે તે જ્ઞાનાવરણીય ઇત્યાદિ કર્મ.
જે
દ્રવ્યત્વ : દ્રવ્યનું પરિણમન શક્તિના કારણથી દ્રવ્યની પર્યાયો (અવસ્થા) સ્વયં બદલાતી રહે. દરેક દ્રવ્યનું સાધારણ લક્ષણ. દ્રવ્યનિક્ષેપ : કોઈ પણ વસ્તુના ભાવાત્મક સ્વરૂપની આગળપાછળ બંને અવસ્થા.
દ્રવ્યનિર્જરા :
-
આત્મપ્રદેશ પરથી કાર્મણવર્ગણાનું અંશે અંશે ખરી
જવું. દ્રવ્યપૂજાઃ ચંદન, ધૂપ, દીપ આદિ દ્રવ્યપૂજા છે. અષ્ટ પ્રકારથી માંડીને અનેક પ્રકાર છે.
દ્રવ્યપ્રાણ ઃ શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઇન્દ્રિ. મન, વચન અને કાયા. શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય, કુલ દસ પ્રાણ છે. આત્માને શરીરમાં રહેવાનાં સાધનો છે. દ્રવ્યબંધ : કાર્મણવર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ. આત્માના યોગ તથા કાયરૂપ ઉપયોગના નિમિત્તથી દ્રવ્યબંધ થાય. દ્રવ્યમોક્ષ ઃ કેવળી અવસ્થા. ચાર ઘાતીકર્મનો નાશ. દ્રવ્યશ્રુતજ્ઞાન ઃ આગમાદિ શાસ્ત્રનું
Jain Education International
૧૧૭
દ્વાત્રિંશતિકા
સાન.
દ્રવ્યસંવર : સમિતિગુપ્તિ આદિ આચાર વડે દ્રવ્યકર્મનું રોકાવું. દ્રવ્યહિંસા : અન્ય જીવોને મારી નાંખવા. પ્રાણરહિત કરવા. દ્રવ્યાર્થિકનય : દ્રવ્યની મૂળ સત્તાને જણાવતો નય, વસ્તુના મૂળ સ્વરૂપને પ્રધાનપણે જાણનારી જે દૃષ્ટિ.
દ્રવ્યાસવ : દ્રવ્યબંધના ઉપાદાન કારણને તથા ભાવબંધના નિમિત્તકા૨ણને દ્રવ્યાસવ કહે છે. તેના ૪૨ પ્રકાર છે.
દ્રવ્યેન્દ્રિય : પાંચ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શ્રોતેન્દ્રિય, બાહ્યરચના તે દ્રવ્યેન્દ્રિય છે.
શરીરમાં પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે, બાહ્ય આકારરૂપે જે છે તે બાહ્ય નિવૃત્તિ. અંદર આકારરૂપે છે તે અત્યંતર નિવૃત્તિ (રચના). અંદરની પુદ્ગલની બનેલી ઇન્દ્રિયમાં જે વિષય જણાવવામાં સહાયક થવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. યાશ્રવ મહાકાવ્ય: છે. આ. હેમચંદ્રસૂરિ રચિત ગ્રંથ. દ્વંદ્વ : બેનું જોડું. કલહ, લડાઈ. દ્વાત્રિંશતિકા : શ્વે. આ. સિદ્ધસેન
દિવાકર રચિત અધ્યાત્મભાવનાપૂર્ણ ૩૨ શ્લોક પ્રમાણ ગ્રંથ (૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org