________________
શબ્દપરિચય
તેઉકાય : અગ્નિકાયના જીવો, જેનું શરીર આગમય છે.
તેજસ વર્ગા : પાંચ શરીરમાં તેજ તથા પ્રભાયુક્ત એક શરીર તેજસ છે. સંસા૨ી દરેક જીવને હોય છે, તે સૂક્ષ્મ છે. ઔદારિક આદિ શરીરમાં દીપ્તિ, ગરમી, પાચન કરવામાં સહાયક છે. કાર્પણ અને તેજસ શરી૨ની જુગલબંધી છે. તે બંને અપ્રતિઘાતી છે. સંસારમાં ભવાંતરે જીવની સાથે જાય છે. તેજોલબ્ધિ વડે જીવ ઉપકારઅપકાર બંને કરે છે. તેજસ શરીર, તૈજસ વર્ગણા. શીત-ઉષ્ણ બંને પ્રકારે હોય. તેજંતુરી એ નામની ઔષધિ જેના સ્પર્શથી લોખંડ સોનું થાય. તેજોલેશ્યા : લબ્ધિવિશેષ છે જેના વડે ગુસ્સો કરી આગમય શરીર બનાવી અન્યને બાળે. હલકી મનોવૃત્તિ.
તેરાપંથ : જેઓ મૂર્તિ મંદિરને સ્વીકારતા નથી. તે૨ સાધુ વડે આ પંથ શરૂ થયો હતો. પ્રથમ સાધુ ભિક્ષુકસ્વામી હતા. તૈજસકાય : (શરીર) અગ્નિકાય. તૈજસ
શરીર.
તૈજસ સમુદ્રાતઃ તેજોલેશ્યા અથવા શીતલેશ્યાની વિકુર્વણા કરતા પૂર્વબદ્ધ તૈજસ નામકર્મના અનેક
૧૦૭
Jain Education International
ત્રાયત્રિંશ
કર્મપરમાણુઓને ઉદયમાં લાવી બળાત્કારે વિનાશ કરે.
ત્યાગ : સાધક જીવ ૫૨૫દાર્થોનો મોહ છોડી સંસાર, દેહ, ભોગ આદિ પ્રત્યે ઉદાસીન પરિણામ રાખે છે તે અત્યંતર ત્યાગ છે, સચિતઅચિત પરિગ્રહનો ત્યાગ કરવો કે દાન કરવું તે બાહ્ય ત્યાગ છે. નિશ્ચયથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ છે.
ત્યાજ્ય : તજવાલાયક.
ત્રણગઢ : ભગવાનના સમવસરણમાં દેવો વડે સોના રૂપા અને રત્નના ત્રણ ગોળાકારે ગઢની રચના. ત્રણછત્ર : ભગવાનના મસ્તક ઉપર ત્રણ લોકનું સ્વામિત્વ દર્શાવવા રખાતાં ઉપરાઉપ૨ ત્રણ છત્રો. ત્રસઃ પોતાની રક્ષા તથા સુખદુઃખના પ્રયોજનથી જે હરીફરી શકે તે ત્રસ નામ-કર્મની પ્રકૃતિ છે. બે ઇન્દ્રિયથી માંડીને પાંચે ઇન્દ્રિયના જીવો તિર્યંચ, નાક, મનુષ્ય, દેવ આદિ ત્રસ જીવ છે, તે બાદર છે. તે જીવોનું સ્થાન ત્રસ નાડી છે. ત્રસ નાડી : ચૌદ રાજલોકમાં ઊભી
એક રાજ પહોળી નાડી જેમાં સવિશેષ ત્રસ જીવો વધુ છે.
ત્રસ્ત : ત્રાસેલો.
ત્રાયશ્રિંશ : દેવલોકનો એક પ્રકાર. (મંત્રી જેવા)
For Private & Personal Use Only
www.jainelibrary.org