________________
ભકિતનાં પદ
૭૧
૧૪૧. જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુરો કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભેગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના ૨ રસીઆ, તે નર શૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પિતા, ભણે નરસાંઈએ તે તે ભવભવ છતા.
૧૪૨
જેણે રે ગોપાલરાએ તમને વીસારા, તે તે મુરખડાં, ભવભવ હારા. તુમને વિસારી, જેણે કઉતક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉં. તુમને વીસારી જેણે અવર કામ કીધું, અમરત ઢાળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેતેમની રે માતા. તમને વિચારીને જે સેજ સુખ સુતા, ભણે રે નરસેઈઓ તે તે ભભવ વગુતા.
પદ ૧૪૨નું પાઠાંતર :
[ રાગઃ ધન્યા(સી) ] જેણે રે ગોવિંદારાયે તમને વિસાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.. ૧ તમને વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે ૨ તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે.. ૩ ભણે નરસૈયે હું એટલું રે માગૂ, જન્મ જન્મ તેરે ચરણે લાગું. જેણે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org