________________
. નરસિંહ મહેતા કૃત
(ઊથલે) તેલ રંગીલે ને, ગુલાલ રંગીલ, રંગીલે કેશર સાર; રંગરંગીલી જેડી બની છે, રે રંગીલી પીચકારી હાથ.
રંગીલે....... સાડી રંગીલી ને વાઘે રંગીલો, રંગીલી લાલકી પાઘ રંગરંગીલી ભાત બની હે, રે રંગીલી રાધાજીની આડ.
રંગીલે...... ગોપી રંગીલી ને ગોવાલ રંગીલા, રંગીલે જમુનાનો નીર; રંગરંગીલે ખેલ મચે છે, રે રંગીલે રાધાજીક ચીર,
રંગીલે... શામ રંગીલે ને શેવક રંગીલા, રંગીલે ફાગુન સાર; રંગરંગીલો નરસૈઆ સ્વામી, રે રંગીલી ગાઈ છે ધુવાર,
રંગીલે .
[ રાગ વસંત ] રાતિ મિલ ધર માહારા વાલા, રતિ રજ ઉડિ; રાતે વનમાં કેસૂકુલે, રાતિ કે સુડિ.
રાતિ.... રાતા દંત રાધાજિ કેરા, રાતિ જુમનાં તડિ. રાતાં વૃંદાવનનાં પંખિ, સુડે ને સુડિ.
રાતિ... રાતા સાલુ સૌ સખને, રાતિ કર ચડિક નરસૈયાચા સ્વામી સંગ રમતાં, અતિ રસમાં બુડિ
રાતિ. ....
[ રાગ વસત] વસંત આવી માહાર વાહાલા, ચાલે ચંદ્રાચંન જઈએ; આપણ બેહુ બેલડીએ વલગા, ઘેરી થઈએ. (ટેક) અબીલગુલાલની રેલ ચાલે તાંહાં, હે હરી કરીએ, વનમે વજાડે વાહાલે વાંસલડી, તાંહાં નેહ ધરી સુણીએ. શરણે શરખી જેડ મલીને, પ્રેમ પાલવ ગ્રહીએ; નરસંહીઅો સ્વામી વસંત ખેલે, તાંહાં જવાને જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org