________________
(૫) વસંતનાં પદ (પ૭–૭૨)
૫૭
[ રાગ : વસંત ] આવો રે ગાલા વહાલા, તંમને છાંટણું કરીએ, કોમલ કંઠ તમારો રે વાહાલા, વંનમાલા ધરીએ. (ટેક) કુંજ કુંજ વનમાં કેસુ ફૂલાં, જેવા શંચરીએ; શુક પીક માહા મદ ગરજે, મુખ મોરલી ધરીએ. ચુઆ રે ચંદન અગર કુમકુમ, એકમેકને ભરીએ; નરશહીચા સ્વામી વસંત લગન છે, અમે તેમને વરીએ.
[ રાગ : વસંત ]. ચાલ સખી વંદરાવન જઈએ, જહાં મોહન ખેલે હળી રે; એકએક ગોપીને એકએક માધવ, મળી છે માહારસ ટેળી રે;
ચાલ સખી.... સોળ શણગાર સજયા સહુ શાંમા, પહેરાં ચરણ ચાળી રે; હંસાગમની ગજગતી ચાલે, તે તે ભમરાળી રે.
ચાલ સખી... હારા કૃષ્ણજી, છતાં જન ગેપી, લોપી લાજ વિરાજે રે, નરસહીઆચા સ્વામી સંગ રમતાં, ભગતવછળ બીરદ છાજે રે.
ચાલ સખી....
[ રાગ : વસંત ] ચાલો હરી હરી રમીએ, બાથ પરસપર લીજે, કાણુ હારે કેણ જીતે માહારા વાલા, કણ શપરાંણ દીશે. લથબથ નાથ બાથ ભુજે ભીડી, હસી મુખ દે કર તાલી, હે હે હે હો હરજી હારે, ગોપી દેતી પરશપર તાલી. હાર કૃષ્ણ ગોવાલ શહીત રે, વસ્ત્ર લીધાં ઉલાલી. નગન થઆ બ્રીજનાર જ દેખે, આપો વસ્ત્ર વનમાલી. હાશ વીલાશ કરે [...] શાંમા, રામા રંગે રાતી; નરશહીચા સ્વામી સંગ રમતાં, માનુની આનંદ પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org