________________
નરસિંહ મહેતા કૃત
પપ જન્મનું સારથિક આજ માહારે થયું, સાંમલે સ્નેહસું વાત કીધી; સનાથ કીધી હુને અનાથ જાંણી, મને બાંહ ગ્રહી, પ્રેમનું પાસે લીધી. પૂરવ પુન્ય આજ માહારું ઉદે હવું, રજની રંગે રમી કાંહાંન સાથે સુરતના સુખનું શું હું વરણવ કરું, જીતીયો કંથ મેં બાંહ બાર્થે રહે સદા મંદિર માહરે શ્રીહરિ, દીન થઈ નાથને પાય લાગી; સુખ તણે સિંધુ તે આજ મેં ભેગ, જન્મની ભાવઠ સર્વ ભાગી મનુશ્યા–દેહનું આજ સારથક હવું, કૃષ્ણ ક્રીડા કરી લાજ લેવી, નરસિંહીયાઓ સ્વામી ભલે મિલીયે, શું કરે સાસુડી અધિક કોપી.
પ૬ દંત માં દેઈશ કહું તુંહને કહાનજી, દુરીજન લોકડા હાય કરશે; સાસુડીને શે ઉતર દીજિયે, કંથ તે જોઈને કોપ ધરશે. નણંદ કૂડા ગરી, હીંડે લખતી ચેહેન, જેઠ-જેઠાણીને અનખ માહારી; કાંઈ કરીએ નહીં ચૅહેન પરના રશૂ, રાવલે મન્ય જૂઓની વિચારી. આજ જે માનશે વીનતી મારી, તે અહીં આવીશ કાલ્ય તાહારે; નરસંહીયા સ્વામી પાય લાગી કહું, લાજેમેં ઘેર જાતાં સવારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org