________________
બારમે જૈન સાહિત્ય સમારોહ
(૬) ડે. આર. પી. મહેતા (ગાંધીનગર)-મુદિત કુમુદચંદ્ર પ્રકરણ (૭) પ્રા. ચેતના બી. શાહ (રાજકોટ)-મેરુવિજય કુત વસ્તુપાલ તેજપાલને રાસ-એક અધ્યયન (૮) શ્રી નગીનદાસ વાવડીકર (મુંબઈ)સુધર્માસ્વામી (૯) ડે. મનહરભાઈ સી. શાહ (અમદાવાદ)-બારવ્રતધારી શ્રાવકના લક્ષણો (૧૦) ડે. સુરેશ ઝવેરી (અમદાવાદ)-સમયની માંગરામબાણ ઈલાજ. અભિવાદન :
જૈન સાહિત્ય સમારોહના સંયેજક . રમણલાલ ચી, શાહનું જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહનું સાહિત્યની ત્રણે બેઠકોનું સંચાલન કરનાર શ્રી ચીમનલાલ કલાધરનું, કવિ સંમેલન અને ઉદ્ધાટન બેઠકનું સંચાલન કરનાર શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલનું અને યાત્રા પ્રવાસનું આયોજન અને વ્યવસ્થા સંભાળનાર શ્રી શાંતિલાલ ગડાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારદર્શન :
કવિ સંમેલન અને ઉદ્ધાટન બેઠકનું સંચાલન શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલે કર્યું હતું. જૈન સાહિત્ય સમારોહની ત્રણે બેઠકોનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ તરફથી શ્રી વસનજી લખમશી શાહે આભારવિધિ કરી હતી. કવિ-સંમેલન :
તા. ૧૮મી માર્ચ, ૧૯૯૪ના જૈન સાહિત્ય સમારોહની પૂર્વ સંધ્યાએ શ્રી કલ્યાણજી સાવલા-ઉમિલના કુશળ સંચાલન હેઠળ કવિ સંમેલન જાયું હતું. જેમાં કચ્છના અને મુંબઈના કવિઓ અવશ્રી આનંદ શર્મા, ચીમનલાલ કલાધર, દાઉદ ટાના, જયેન્દ્ર શાહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org