________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ a સાહિત્યકાર અને કલાકારોએ પિતાના આત્મતેજથી આ ધરતીને વધુ ને વધુ ગૌરવવાન્ત કરી છે. આવી કચ્છની શૌર્યવંતી પવિત્ર ભૂમિમાં જગવિખ્યાત પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની નજીક માંડવીથી નવા કિલે મિટરના અંતરે કોડાય ગામ પાસે એશી એકર જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામેલા નૂતન જૈન તીર્થસ્થળ બોતેર જિનાલય મયે મુંબઈની સુપ્રસિદ્ધ જૈન શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૯, ૨૦, ૨૧ માર્ચ, ૧૯૯૪ના રોજ બારમા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના હીરક મહોત્સવ પ્રસંગે ઈ. સ. ૧૯૭૭માં પ્રથમ જૈન સાહિત્ય સમારોહનું મુંબઈ ખાતે સાક્ષરવર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખસ્થાને આયોજન કર્યું હતું. એ પછી આ સંસ્થાએ મહુવા, સુરત, સોનગઢ, માંડવી (કચ્છ), ખંભાત, પાલનપુર, સમેતશિખર, પાલિતાણું, બેતેર જિનાલય અને ચારૂપ (પાટણ) એમ અગિયાર સ્થળોએ સાહિત્ય સમારોહ યા
હતા.
કચ્છની પવિત્ર ભૂમિમાં બેર જિનાલય જેવા નૂતન જૈન તીર્થસ્થળમાં જૈનાચાર્ય શ્રીમદ્ ગુણદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજાયેલ આ બારમા જૈન સાહિત્ય સમારોહમાં ઉદ્ધાટન બેઠક અને સાહિત્યની બેઠક સહ કુલ ચાર બેઠકે આયોજિત થઈ હતી. મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, કચ્છ, જોધપુર વગેરે સ્થળોએથી સાઠ જેટલા વિદ્વાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉદ્દઘાટન બેઠક:
રવિવાર તા. ૨૦મી માર્ચ, ૧૯૯૪ના રોજ સવારના દસ વાગે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org