________________
અગિયારમે જૈન સાહિત્ય સમારોહ
થાય એવી વાત ગમે છે. સ્વપ્નમાં પણ આનંદ-મંગળના પદાર્થનું સેવન કરે છે. કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ દ્વારા પરલોક સુધરતો નથી. આ પાંચ “કને અનુલક્ષી થતી પ્રવૃત્તિ દુઃખમય, કલેશમય, ત્રાસરૂપ અને સંતાપમાં પરિણમે છે. પરંતુ પંચ પરમેષ્ઠિની. ઉપાસના જ આપણું માટે આનંદ-મંગળરૂપ બને છે.
એમણે વિશેષમાં કહ્યું કે આપણું ચેતના સાથે ભગવાન જોડાય તે જ તેની ઉપાસના મંગળકારી બને છે. પરમાત્માને ચિત્તમાં સ્થાપવા હોય તો અહંકારને વિદાય આપવી જરૂરી છે. જેનદર્શને આવી વિનમ્રતાની સાધના કરવાની સાધકોને દીક્ષા આપી છે.
પૂરા સમર્પણભાવથી ભગવાનના શરણે ભક્ત જાય તે તે વખતે ભગવાન તેને ભૂતકાળને જોતાં નથી. દઢપ્રહારી અને ચિલાતીપુત્રના જીવનમાં એકાએક આવેલા પરિવર્તન અને તેમના આધ્યાત્મિક વિકાસ આ વાતની શાખ પૂરે છે. પરમાત્મા પ્રતિ સમર્પણ-ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાની અને ભવભવ તેની સાથે ચિત્તનું જોડાણ થાય એમાં રત, રમણું રહેવાની એમણે શીખ આપી હતી. વિવિધ ઉપાધિથી અનુરક્તને ભક્તિની મીઠાશ-અપૃશ્ય :
પૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિજયજીએ કલ્યાણ મંદિરતેત્રના આડત્રીશમા શ્લેકનું ચોથું ચરણ રમત ક્રિયા પ્રતિનિત ન માસૂા.” ને ટાંકીને કહ્યું હતું કે ભાવ વગરની ક્રિયા મળતી નથી તેનું કારણ આપણું જીભ પર નમક લાગેલું હોય અને સાકરનું સેવન કરીએ તે મીઠાશ માણી શકાતી નથી. એ રીતે સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી આપણે અનુરક્ત હોઈએ ત્યાં પરમાત્માની ભક્તિની મીઠાશ આપણને સ્પર્શી શકતી નથી.
આ સમારોહ માટે આવેલા અન્ય નિબંધેની યાદી નીચે પ્રમાણે છે:
૧. ઠે. રમણલાલ ચી. શાહ–મિથ્યાત્વનું રિવરૂપ, ૨, પ્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org