________________
૩૪
જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૩
સવળું જ્ઞાન. મિથામૃત એટલે જીવન માટે ખોટી દિશા બતાવતું જ્ઞાન-અવળું જ્ઞાન. જે જ્ઞાન હેય–ઉપાદેયની સમજ અને વિવેકદ્રષ્ટિ આપનાર હેય અને આત્મકલ્યાણ કરાવનાર હોય તે જ્ઞાનને જ સાચું -સવળું જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રકારોએ એ જ જ્ઞાન ભણવાનીવાંચવાની વાત જણાવી છે.
જૈન સાહિત્ય ઘણું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. ભારતની ઘણીખરી ભાષાઓમાં અનેક ઉપયોગી વિષય ઉપર તે રચાયું છે. જેનાચાર્યોએ જેને સાર્વજનિક સાહિત્ય કહી શકાય એવાં વ્યાકરણ, કોષ, કાવ્ય, છંદ, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ઉપર ગ્રંથ લખ્યાં છે. મોક્ષમાર્ગે લઈ જનારાં આચારશાસ્ત્ર, ગશાસ્ત્ર, ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રો સેંકડોની સંખ્યામાં રચ્યાં છે. સાંસારિક અને ભૌતિક અનુકૂળતા માટે મંત્ર, તંત્ર, અને યંત્ર ઉપર વિશાળ સર્જન કર્યું છે. એ ઉપરાંત મુદ્રાતંત્ર, નિમિત્તશાસ્ત્ર, વૈદક, વિજ્ઞાન, નીતિ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર તેમજ વિવિધ પ્રકારે રચાયેલાં તેત્રાદિ સાહિત્ય ઉપર સેંકડે ગ્રન્થનું સર્જન કર્યું છે. એમાંનું કેટલુંક મુદ્રિત થયું છે અને કેટલુંક જૈન જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહ્યું છે. જૈન જ્ઞાનભંડારોમાં કાગળ અને તાડપત્ર આ બંને પ્રકારની હસ્તલિખિત પ્રતિઓ વિદ્યમાન છે. આજે મુદ્રણકળાના કારણે હસ્તલિખિત પ્રતિ લખાવવાને વ્યવસાય નષ્ટ થયું છે. એવા લહિયા પણ હવે મળતા નથી. સાહિત્યપ્રેમીઓએ એટલું યાદ રાખવું ઘટે કે છાપેલા ગ્રન્થનું આયુષ્ય પચાસથી સે-સવા વર્ષનું હોય છે,
જ્યારે હાથબનાવટના એસિડ વિનાના મજબૂત કાગળ ઉપર લખાયેલી હસ્તપથીઓનું આયુષ્ય ૫૦ થી ૬૦૦ વર્ષનું હોય છે. અન્ય લેખ:
સાહિત્ય વિભાગની બેઠક્યાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org