________________
નવમે જૈન સાહિત્ય સમારોહ
હતું કે વિશ્વના બધા ધર્મોમાં ઈશ્વરને કર્તા માનવામાં આવ્યા છે. ઈશ્વરને સર્વ જીવોને કલ્યાણને માર્ગ બતાવનારા માનવામાં આવ્યા છે. જેન ગ્રન્થમાં “તારે તે તીર્થ” એમ કહેવામાં આવ્યું છે. તેમ જ તીર્થ પ્રવનારને તીર્થકર કહેવામાં આવ્યા છે. જિનપ્રતિમા અને જિનઆગમો વર્તમાન સમયે સૌના માટે આલંબનરૂપ છે અને તેના વડે જ ભવસમુદ્રને પાર કરી શકાય છે. સ્વાધ્યાય :
ર્ડો. રમણલાલ ચી. શાહે સ્વાધ્યાયની જુદી જુદી શાસ્ત્રીય વ્યાખ્યાઓ સમજાવીને કહ્યું હતું કે જેનધર્મમાં સ્વાધ્યાયને અત્યંતર તપના એક પ્રકાર તરીકે સ્વીકારવામાં આવ્યું છે. “સ્વ”નું અધ્યયન તે સ્વાધ્યાય. એટલે સ્વાધ્યાયથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થવી જોઈએ. ગમે તે પ્રકારના સાહિત્યનું વાંચન તે જૈન દષ્ટિએ સ્વાધ્યાય નથી. તે માત્ર વાંચન છે. તે સમગૂ શ્રતનું હોય કે મિયા મૃતનું પણ હેય. સ્વાધ્યાયમાં ફક્ત સમ્યગૂ શ્રુતનું વાંચન જ હોવું જોઈએ. એના અભ્યાસમાં પુનરુક્તિને દોષ શાસ્ત્રકારોએ ગણુ નથી, બલકે પુનરુક્તિને ગુણરૂપે દર્શાવી છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ સ્વાધ્યાયના પાંચ પેટાપ્રકાર દર્શાવ્યા છે. સાધુઓએ દિવસ અને રાત્રે મળીને વધુમાં વધુ સમય સ્વાધ્યાયમાં ગાળ જોઈએ એવું વિધાન છે. સ્વાધ્યાયથી કર્મની ઘણી નિરા થાય છે અને તેથી મોક્ષમાર્ગમાં તે ભવ્ય જીને અનન્ય ઉપકારક થાય છે. સૂમધર્મ અહિંસા :
પ્રા. મલુકચંદ ૨. શાહે આ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે અહિંસાનું પ્રતિપાદન સર્વધર્મમાં જોવા મળે છે, પરંતુ “અહિંસા પરમોધમ” કહીને જૈનધર્મમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને તેનું સૂક્ષ્મ પ્રતિપાદન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org