________________
નવમો જેને સાહિત્ય સમારોહ
ર
સાહિત્યકલારત્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય યશોદેવસૂરિશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે આ આર્યાવર્તની ભૂમિમાં કન્યાકુમારીથી કંદહાર (કાબુલ) સુધી નવકારમંત્રનું સતત ગુંજન થતું. જેનધર્મની આભા સર્વત્ર વિસ્તરેલી હતી. જૈનધર્મને પ્રભાવ સર્વત્ર જોવા મળતો હતો. જૈન શ્રમણોની મહાન પરંપરા હતી. અને તેની તરફ લેક પ્રેમ, લાગણી અને આદરથી જેતા હતા. આજે સમય બદલાયે છે. જૈન ધર્મનું ક્ષેત્ર માત્ર ગુજરાત, રાજસ્થાન કે મહારાષ્ટ્રના થોડા વિસ્તાર પૂરતું સીમિત થઈ ગયું છે. જે થઈ ગયું છે તેને રંજ કર્યા વિના હવે જે છે તેને જાળવવામાં આપણે મગ્ન બનીએ તે જરૂરી છે. આજે તે આપણા સમાજ અર્થપ્રધાન બની ગયો છે. માત્ર અર્થપ્રાપ્તિ જ જીવનની સાર્થકતા નથી. એમની સાથે જ્ઞાનની પ્રાપ્તિ, સાચા ધર્મની, સાચી સમજણની પ્રાપ્તિ એ જ જીવનનું પરમ લક્ષ લેવું જોઈએ.
પ. પૂ. યોદેવસૂરિજીએ પ્રમુખસ્થાનેથી રજૂ કરવા માટેના શ્રી તીર્થંકરદેવની પ્રતિમાજી ઉપરનાં ત્રણ છત્ર વિષેના પિતાના સંશોધનાત્મક લેખમાંથી કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. અષ્ટપ્રાતિહાર્યમાં
એક પ્રાતિહાર્યા તે છત્ર છે. તીર્થંકરના મસ્તક ઉપર ત્રણ છત્રની રચના તેઓ કરે છે. એ ત્રણે છત્રને ક્રમ ઉપરથી નાને, માટે અને વધુ મોટે એ પ્રમાણે છે કે મોટે, નાને અને વધુ નાને એ પ્રમાણે છે? તે વિદ્વાન સાધુ ભગવંતના વિભિન્ન મત છે. પ. પૂ. યશૈદેવ. સૂરિએ ઘણું સંશોધન કરી પુરાવા આપીને આ લેખ દ્વારા સાબિત કરી આપ્યું છે કે તીર્થંકરદેવની મૂતિ ઉપર જે ત્રણ છે છે તેના ક્રમમાં સૌથી ઉપર નાનું છત્ર હોય છે અને નીચે સૌથી મોટું છત્ર હોય છે.
આ પ્રસંગે પ્રિ. તારાબહેન રમણલાલ શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ, શ્રી મનુભાઈ શેઠ, શ્રી વસંતભાઈ શેઠ વગેરેએ સમારોહ અંગે પ્રાસંગિક વકતવ્ય કર્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org