________________
૧૬
જેન સાહિત્ય સંમાર-ગુછ ૪
ખાસ કશું સ્થાન માપવામાં આવતું નથી એ અત્યંત શોચનીય સ્થિતિ છે. આ પરિસ્થિતિ નિવારવા માટે આજનું આ અધિવેશન ભારત સરકાર તથા ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ તથા અન્ય રાજ્ય સરકારોને અનુરોધ કરે છે કે આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને જૈન સાહિત્ય તથા ઈતિહાસને થતા અન્યાયને દૂર કરવામાં આવે.” સન્માન :
કાર્યક્રમની અંતિમ બેઠકમાં શ્રી ભંવરલાલ નાહટા, ડે. રમણલાલ ચી. શાહ, શ્રી વસનજી લખમશી શાહ અને શ્રી ચીમનલાલ કલાધરનું તેમણે આપેલ સેવાઓ બદલ નિમંત્રક સંસ્થા તરફથી ચંદનહાર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સાહિત્યિક વિભાગની ત્રણે બેઠકનું સંચાલન પ્રા. ગુલાબભાઈ દેઢિયાએ કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ડે. રમણલાલ ચી. શાહે અને નિમંત્રક સંસ્થા તરફથી શ્રી શાંતિલાલ ગડાએ આભારવિધિ કરી હતી. નિમંત્રણ:
હવે પછીના સમારોહ માટે રાજકેટ, તીથલ, પાલિતાણું, ભૂજ વગેરે સ્થળોની સંસ્થાઓ તરફથી નિમંત્રણે મળ્યાં હતાં. તીર્થયાત્રા :
આ સમારોહ તારીખ પહેલીથી તારીખ ત્રીજી માર્ચ સુધી સમેતશિખરજી તીર્થમાં જાયા હતા. સમેતશિખરજી જેવા દૂરના પવિત્ર તીર્થસ્થળે આવતાં તેની આજુબાજુની તીથકર ભગવં તેની ક૯યાણક ભૂમિ અને અન્ય સ્થાનની યાત્રાને લાભ મળે તે હેતુથી સાક્ષરોને નિમંત્રક સંસ્થા દ્વારા બનારસ, સિંહપુરી, ભદૈની, ભેલપુર, સારનાથ, બુદ્ધગયા, રાજગૃહી, કુંડલપુર, નાલંદા, પાવાપુરી, ગુણિયાજી, ક્ષત્રિય ઠ, કલકત્તા, વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org