________________
ગુજરાતી જૈન પત્રકાર-એક અભ્યાસ
એમનું જ એ માઉથપીસ છે. પ્રધાને એને ધ્યાનથી સાંભળે છે. સેનાપતિઓ નવું કદમ ભરતા પહેલાં એની વાત વિચારે છે.”
જૈન પત્રકારત્વને ઇતિહાસ ૧૩૫ વર્ષ જેટલો પ્રાચીન છે. સમગ્ર ભારતમાંથી આજદિન સુધી પ્રગટ થયેલા જૈન પત્રોમાં સૌથી પ્રથમ જૈન પત્રકારત્વને ધ્વજ ફરકાવવાનું માન ગુજરાતી ભાષાને અને શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને ફાળે જાય છે. ગુજરાતી જેનપત્રોની વર્તમાન સમયની લાંબી નામાવલિ તરફ દષ્ટિપાત કરતા એક વાત સિદ્ધ થાય છે કે જેના પત્રકારત્વના વિકાસમાં બધા ફિરકાઓમાંથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે સ પ્રદાયની દષ્ટિએ વિચારતા ગુજરાતી પત્રકારત્વમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજે સન ૧૮૫૯માં “જેનદીપક” દ્વારા, તામ્બર સ્થાનકવાસી સમાજે ૧૮૮૯માં “જૈન ધર્મોદય” દ્વારા અને દિગમ્બર સમાજે સન ૧૯૪૨માં “આત્મધર્મ” દ્વારા ઉત્સાહભેર આરંભ કર્યો હતે.
સન ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામ પછી માત્ર બે વર્ષ બાદ અમદાવાદની જૈન સભા દ્વારા શેઠશ્રી ઉમાભાઈ હડિસિંહ અને શેઠશ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી “જૈનદીપક' નામનું માસિક પ્રગટ થયું. આ પછી ઈ. સ. ૧૮૭૫માં “જેન દિવાકર' સામયિક પણ અમદાવાદથી શ્રી કેશવલાલ ઉમેદચંદ દ્વારા પ્રગટ થયું. સન ૧૮૮૪માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું “જેને સુધારસ” એકાદ વર્ષ ચાલ્યું. એ વખતના સુપ્રસિદ્ધ નાટયકાર અને કવિ ડાહ્યાલાલ જોળશાજીના નિરીક્ષણ હેઠળ જૈનધર્મ પ્રવર્તક સભા, અમદાવાદ તરફથી “સ્યાદાદ સુધા' નામનું સામયિક અને એ પછી થોડા મહિના બાદ જેન હિતેચ્છુ પત્ર પ્રગટ થયું. જૈન હિતેના તંત્રી જાણતા તત્વચિંતક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org