________________
સુકિ આરસીયા સંવાદ રાસ
૨૫૭
શિયળની નવ વાડ સાચવે, પર્વ તિથિએ બ્રહ્મચર્ય પાળે, જિનપૂજન કરે, એ પ્રકારે આ ચાર વર્ણન વિશેષ છે. સુપુરુષ પણ શિયળની સીમા સાચવે. પરસ્ત્રી સામે નજર ન કરે. સાત વ્યસનથી દૂર રહે. પાંચ પ્રકારે દાન કરે. સંઘ કા. જિનપૂજા કરે એવા આ ચાર વર્ણન જ છે.
દલીલબાજીના દાવપેચની અને ઉધનની લહેકામય ભાષા, રસમય, સરળ, સચેટ, નિરૂપણુ, દીર્ઘકૃતિ છતાં અમ્મલિત કથનપ્રવાહ; લોકોક્તિ આદિને સારે ઉચિત ઉપયોગ; થોડાં છતાં સુંદર વર્ણને, કેવળ વાણી વિલાસ ન લાગે તેવી નર્મ-મર્મયુક્ત બોધક દલીલ એ આ રચનાનું જમાપાસુ છે. જે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ‘સંવાદ' નામી કૃતિઓમાં સેંધપાત્ર બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org