________________
સુકડિ ઓરસીયા સંવાદ રાસ -
૨૫૩
અત્તરાદિ સામગ્રી આપનાર વનસ્પતિજાતિ જ હે ઈ તેનું સ્થાન ઉચ્ચ જ છે.
રસીઓ તુરત તેની દલીલનું ખંડન કરતાં જણાવે છે કે તેની સંગતિ તે કોની કોની સાથે છે? માથે સર્ષ યા કુહાડી છે. પવન તેના પરિમલને ચેર છે. વળી સૂત્ર સિદ્ધાંતાનુસાર દસ તરુવરે વનસ્પતિજાતિના નહિ પણ પૃથ્વીકાય યાને ઓરસીયાની જાતિના છે. વળી જલ, વનસ્પતિ અને સર્વ પ્રાણુના આધારરૂપ પૃથ્વી જ છે. જિનમંદિર, જિન પ્રતિમા, ગઢ, મઢ તેનાં જ બને છે. જીવને પોષક આહાર પકાવવા માટે પાત્ર આવશ્યક છે. તે માટીનું જ છે. સપ્તધાતુ રતને આદિ પૃથ્વીની જ પેદાશ છે. આભૂષણે પણ તેનાં જ બને છે. લવણ પૃથ્વીકાય વિના ભોજનમાં રસ નથી. આમ છતાં પર્વતપુત્ર એરસીઓ અને પર્વતે ઉગેલ સુકઠિ બંને સમાન મહત્વ ધરાવતાં હોઈ ભાઈ બહેન સમાન છે.
સુકડિને રાજ અધિક વધતાં તે ઓરસીયાને હરાયા ઢેર સમ અને અભિમાને કુલી ગયેલા ગેળા સમ કહી સુકડિ સાથે વાદ કરવા માટે તેને અપાત્ર ગણવે છે.
દેખી ટેલું લોકનું હુઈ ભૂરાયું ઢાર, તિમ તું ભૂરા થય રહ્યો સંધ તુઝ કેરિ;
જે તે માથું ઉપાડીઉં મુઝસ્યુ કરવા વાદ, ઘેટાંની પરિ ઘુરહર્યો સવિ સુ તવ સાદ.
સુકડિ પિતાના નામની વ્યુત્પતિ કરી તેના સમાનાથી શાદ સુકૃત્યકારિકા સુક્રિયા, શુભનારી, શીલવતી, સતી એમ દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org