________________
રપર
જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૩
લીધે સુકતિનું મહત્વ છે ખરું! પણ જે તે કારણ તજી, કાર્ય ઈચ્છે તો મૂર્ખતા છે. કાર્યસિદ્ધિ શક્ય તે જ બને જે તે કુહાડાથી કપાય, ઓરસીયા પર ઘસાય, ભાવિકજન દ્વારા પ્રયોજાય અને ત્યારે જ તે જિનપૂજન માટે ઉપયોગી બની શકે. વળી ઓરસીયાની જાતિ તે ઉચ્ચ છે. શૈલ રાજપુત્ર તે ભારે છતાં ઉપકારી છે. તેના નામમાં આવતે “ઉરસ યાને કે હૃદય તેને હદયવંત દર્શાવે છે. તેને સંગ એ ભાગ નથી, કેમકે તે અપૂર્વ બ્રહ્મચારી છે. ગંધની છાકી, કલેશની માતી, કેશવલ્લભ સ્ત્રી જાતિ સુકડિએ બૂરા ફળ આપનાર કુસંપ ઝઘડો તજી દેવાં જોઈએ.
સુકઠિનેહીનજાતિ કહેવાવાથી થયેલ રોષ તેના પ્રત્યુત્તરમાં જણાવતાં તે ઓરસીયાને લિંબોળી અને પોતાને દ્રાક્ષ ગણવે છે. ઓરસીયાના ખાનદાનને તુચ્છતાથી વર્ણવતાં તે શિલા મા, ગંડ શૈલ, પિતા, લેઢી બહેનના કુટુંબવાળો ગણાવે છે. પુષ્કરાવ મેઘ અને મગદલના દષ્ટાંત ઉદડતા અવગુણ દર્શાવે છે. તેનું સંસ્કૃત નામ “ અવકર્ષક’ યથાર્થ છે. કેમકે તે સ્ત્રી જાતિ સુકડિ માટે અપકર્ષ—વિનાશકારી છે. કાર્યકારણની બાબત તો એવી છે કે પાણી ભરવા માટે કાર્યરૂપી ઘડા જ લેવાય. કારણરૂપી કુંભારના ચાકને તો વિચાર પણ ન કરાય. ટાઢથી બચવા સહુ વસ્ત્ર ઓઢે, રેટિયે કે ત્રાક નહિ. માટે કાર્ય સાથે જ સંબંધ ઉચિત કારણને શું કરે !
સુકડિ વનસ્પતિ જાતિનું મહત્ત્વ અને ઉપકારિતા દર્શાવતા સંખ્યાબંધ દષ્ટાંત આપી પિતાનું મહત્તવ દર્શાવે છે જિનેશ્વરદેવના છત્રરૂપે શેકવૃક્ષ દેવતરું કલ્પવૃક્ષ અને દૈવી દશ તરુવરેની તે વંશ જ છે. જિન પ્રતિમા, જિન મંદિર દ્વાર, સાધુકરને દંડ, મંત્રજપ માટે માળા ઈત્યાદિમાં કાષ્ટ પ્રયોજાય છે. જગતને પોષણ આપનાર અનાજ, આરોગ્ય આપનાર ઔષધિ, સુગંધી ઈદ્રિય ઉપભોગ તેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org