________________
સુકડિ એરસીયા સંવાદ રાસ
-
દેવબાળાબહેન સંઘવી
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પર. પરાનુસાર આ રાસકૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે.
સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાપણને આલેખતી, માનવીનાં અંગે અને અવયવ અરસપરસ બોલતાં હેય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કઈ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય.
પ્રથમ વિભાગમાં નેમ-રાજલ સંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ મંદોદરી સંવાદ તે બીજા વિભાગમાં લોચન-કાજલ સંવાદ, જીભ-દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથને સંવાદ રસના વિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિ, સમુદ્ર-કલશ, સૂર્યદીપક, સુખડ એરસી, આદિને સંવાદ આલેખાયેલે છે.
ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમા શતકમાં મુનિ લાવણ્યસમય કૃત રાવણ મંદરી સંવાદ, કર સંવાદ, ગોરી-સાવલી વિવાદ તથા સૂર્યદીપ સંવાદ તથા કવિ સહજસુંદર કૃત યૌવન-જરા સંવાદ, અને આંખ-કાન સંવાદ નોંધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિ કૃત સમતિ શીલ સંવાદઃ જયવંતરિ કૃત લોચન-કાજલ સંવાદ, હીરકલશ મૃત જીભ દાંત સંવાદ; કવિ સમયસુંદર રચિત દાન-શીલ-તપ-ભાવના સંવાદ; શ્રીસાર કૃત મોતી-કપાસીયા સંબંધ સંવાદ, ઉપાધ્યાય કુશલ ધીર રચિત ઉદ્યમકર્મ સંવાદ ધ્યાનાહ કૃતિઓ છે. અઢારમા શતકમાં ઉપાધ્યાય યશવિજય કૃત સમુદ્ર-વહાણુ સંવાદ, ઉદ્યવિજય કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org