________________
લાજ-શ્રાવજીવનની બહમણુરખા
૨૪૯ માનવીએ એક સંસ્કૃતિ વિકસાવી. વધુ સુખી થવા માટે અર્થ અને કામને પણું ધર્મતત્વથી નિયત કરવાની સાથે તેણે કુટુંબસંસ્થાનું સર્જન કર્યું. જેનાં પરિણમે સંસ્કૃતિએ એવા સંસ્કાર આપ્યા કે ગૃહસ્થ દાંપત્યજીવન ભલે આવે પરંતુ માતા-પુત્ર, ભાઈ-બહેન, દિયરભોજાઈ, પિતા-પુત્ર, ગુરુ-શિષ્યા જેવા સંબંધોમાં વિકારવૃત્તિને સ્થાને વાત્સલ્યભાવ હે જ ઘટે. હવે જે આ નિષેધસ્થાનમાં પણ વિકાર જાગે તે એ પાપ મનાયું; લજજાસ્પદ કાર્ય ગણાયું. પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રમાણે તે માનવી આ સંબંધોમાં પણ કામુક બની જાય તેવો મોટો સંભવ હોય છે. તેથી તે સંસ્કૃતિએ આવા સંબંધોમાં કાંઈ અઘટિત ન બને તેટલા માટે કેટલાક શિસ્ત ઉદ્દબોધી છે. એ શિસ્ત, વસ્ત્રો અને લજજાગુણની મદદથી ગૃહસ્થ ધર્મપૂર્વક જીવી શકે છે. લજજાને ગૃહસ્થને અગત્યને ગુણ એટલા માટે ગયે છે કે જે લજજાને હામ્ થાય તે વ્યક્તિ, કુટુંબ કે સમાજ બધાની અધોગતિ સજઈને, સરવાળે વ્યક્તિને આપત્તિ અને અધર્મની ઊંડી ખાઈમાં ધકેલાવાનું થાય છે કે થશે તે આપણે સામાન્ય અવલોકનમાંથી પણ સ્પષ્ટ જોઈ શકીએ.
. દા. ત. આપણું ભારતીય કુટુંબસંસ્થામાં લજજા અને આવશ્યક શિસ્તથી સહેજે આજ સુધી મંગળ ગુહજીવન જીવાતું રહ્યું છે. પરંતુ છેલ્લા દશકાથી ચિત્રપટ અને ટી. વી. ઘરેઘરમાં પ્રવેશતા, ભાઈ–બહેન, પિતા-પુત્રી વગેરે આવશ્યક શિસ્ત જાળવ્યા વિના એક સાથે જ પડદા પરનાં બિભત્સ કે વિકૃત દશ્ય જોતાં થયાં હોવાથી, લજજા' ગુણની શિથિલતા થતાં, કુટુંબસંસ્થાને છીનભીન્સ કરે તેવી અનેતિક ઘટનાઓ, બળાત્કાર વગેરે પ્રસંગે વધી રહ્યા છે. સુખ અને શાન્તિના માધ્યમ જેવી કુટુંબ સંસ્થા માટે ટી. વી. અણુબોંબના વિસ્ફોટ જેવું વિનાશક કામ કરશે એમ પ્રાજ્ઞજનો આગાહી કરે છે. કારણ કે લજજલેપ નિલજજતાના આક્રમણનું એ જ પરિણામ આવે એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org