________________
૨૦૮
જૈન સાહિત્ય સમારોહ ગુછ .
જવાતાં એક મહત્સવ ઉજવાતો. રાજાઓ એમને ખૂબ માન આપતા. વિનયપૂર્વક આમંત્રણ આપી રાજ્યમાં બોલાવતા. દબદબાભર્યું સ્વાગત કરતા. પરંતુ અબૂઇયારને આ દબદબો પસંદ ન હતે. તેમનું લક્ષ્ય ગરીબોમાંજ લેકસંગ્રહનું કામ કરવાનું હતું. પ્રશિષ્ટ લકાદર અને લેકચાહના પામ્યા. રાજવીઓને પણ ઠપકારી દેતા. ગીમાં કરુણાભાવે રસાળ બોધ આપતા. કોઈપણ દય કે ઘટના જેતા એમના મુખેથી કાવ્યની સરવાણું વહેતી. સાક્ષાત જીભે સરસ્વતીને વાસ હતો. એમનાં કાવ્યો–ગીત-ભજનમાં જ્ઞાનપ્રચુરતા, પ્રજ્ઞાવબોધ, બુદ્ધિમર્મજ્ઞતા, ઉક્તકાલ, ઉપમાકોશલ્ય Similies અને Metaphor, કલ્પનાસામએ", બનુકંપા, તુલનાસામ, રોચક શૈલી અને આગવી આધ્યાત્મિક પ્રતિભા કઠીએ કડીએ દષ્ટિગોચર થતી. પદ પદે સમત્વ રહેલું.
કરતાં કરતાં એક નગરમાં પ્રવેશતાં એક શ્રીમંત એમને મહેલ જેવા આવાસમાં લઈ ગયાં. વાડી, વજીફા, સંપત્તિનું પ્રદર્શન કરી દેખાડયું. અવઈયારે બાયું : સંપત્તિ અને મિલકતના વિસ્તારથી કોઈ મોટો નથી થઈ જતે
માત્ર કદ જેઈ મોટાઈ ન દેવાય; અફાટ સમુદ્રનું પાણી પીવામાં, કે
સ્નાનમાં પણ કામ નથી લાગતું. જયારે નાનકડા ઝરણુનું પાણું
માણસની તરસ છિપાવે છે. અવઈયારે કાવ્યમાં માર્મિક રીતે કહી દીધું કે, માત્ર સંગ્રહી રાખેલી અફાટ સંપત્તિ સમુદ્રના ખારાં પાણી જેવી છે. જે કશા કામમાં નથી આવતી. જ્યારે દાનનાં ઝરણું વહાવતી સંપત્તિ લોકોને કામ આવે છે, તરસ છીપાવે છે; ઉપયોગી નીવડે છે. . . : વર્ણવ્યવસ્થા વિષે બહુ ઉદારભાવથી, અભિગમથી તે સમયની પ્રચલિત માન્યતાઓનું ખંડન કરતાં અવઈયાર કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org