________________
તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર
૨૦૫
મચી ગઈ, પણ અવઈયારને જંપ નથી... લગ્નને આગલે દિવસે વરપક્ષ તરફથી થાળનાં થાળ ભરી જરીયાન વસ્ત્રો, હિરા-મોતીના, દાગીના, મૂલ્યવાન વસ્તુઓ, નજરાણું કવિના ઘેર પહોંચે છે... નારીવર્ગ ડોળા વિસ્ફારી અચંબાથી જોયા કરે છે.
પણ અવઈ ગભરાટથી ક્ષુબ્ધ થતી જાય છે... “મારી વાત કેમ કોઈ સાંભળતું નથી, સમજતું નથી, માનતું નથી...” અવ્વઈયાર વિમાસતી રહે છે... તે દિવસ તો આથમી જાય છે.
સંસારમાં મને લેશમાત્ર પણ રસ નથી એ હું કેમ કરી સમજાવું ?”... પૂરી રાત અવ્વઇયાર વિમાસણમાં વિતાવે છે.
... અને નો સૂરજ ઊગે છે. લગ્નને દિવસ, અqઈને સોળે શણગાર સજાવાય છે. કિમતી જરીયાના લગ્નની જેમ, અને દાગીનાથી સુંદર દેહ અપરૂપ ઢકાઈ જાય છે. કટોકટીની પળ આવી પહોંચી...
લગ્નની શુભ ઘડી આવી પહોંચી.. વાજતે ગાજતે જાન માંડવે આવીને ઊભી...પણ કન્યા કયાં ?..અબૂઇયાર ગાયબ !! .
સાજ-શણગાર થતાં હતાં. ત્યારે અવ્વઈ તે વિચારે ચડી ગઈ. હવે આ કાળવડીમાંથી કેમ છૂટવું ? આ ધર્મસંકટમાંથી કેમ બચવું ? ભગવાન સિવાય હવે આમાંથી કેણ ઉગારી શકે? અવઈએ પ્રિય ગાઠિયા ગણેશને સંભાર્યા.. બધાની નજર ચૂકવી સિફતથી સરકી પહોંચી સીધી વિનાયકના મંદિરે... વિનહર્તાનું શરણુ શોખું.. શ્રી ગણેશની પ્રતિમા સમક્ષ આદ્રભાવે સ્તુતિ કરી..
- “હે ભગવન્! મારે સંસારનાં બંધનોમાંથી છૂટવું છે. ભવભ્રમણમાંથી મુક્ત થવું છે. ત્યાં આ સંસારની નવી બેડીઓમાં કેમ જકડાઉ ? આ બંધનનું કારણ તે મારૂ રૂપ જ ને? અને આ રૂપને આધાર તે મુગ્ધાવસ્થા જ ને? આ રૂપ પણ હું કિશોરી છું, યૌવનને ઊંબરે ઊભી છું એટલે જ શોભે છે ને? મારે પ્રભુભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org