________________
તમિળનાં સંત કવયિત્રીની અવ્વાઈયાર
૨૧
આવું જ નિર્માણ થશે,
એવું જે ઈશ્વરને પિતાની ઈચ્છાથી મારું ભાગ્ય મારા કપાળ પર લખ્યું છે, એ ઈશ્વર શું મરી પરવાર્યો છે?
એ હજી જીવે છે; ગમે તેવાં કષ્ટ પડે, દુષ્કાળ પડે,
મારી માં... જવાબદારી એની છે. તું હૈયું ભાંગીશ નહિ, હામ હારીશ નહિ,
વલેપાત કરીશ નહિ. માતા ફસડાઈ પડી. વરસાદ એટલે મુસળધાર વર કે પૂર આવ્યું. એ પૂરના વહેણમાં વહેતી ટોપલી નદીમાં પહોંચી. તણાતી તણાતી નદીને કિનારે લાંગરી.
એક પૂજારીએ એને ઊંચકી લીધી. પૂજારી દંપતિને કોઈ સંતાન ન હતું. અત્યં જ હતા. સંતાન માટે અનેક વ્રત, બાધા, અનુષ્ઠાન કર્યા હતા એ બધાના ફળરૂપે પ્રભુએ બાળક આપ્યું એમ માની પ્રભુને ઉપકાર માન્ય અને બાળકીને ઘેર લઈ આવ્યા.
અવઈ એટલાં રૂપાળાં હતાં કે આખું ગામ ઘેલું થઈ ગયું. ગામનાં અત્યંજોએ એમને ઉછેરી. કેઈને કેઈ એને પિતાનાં ઘેર લઈ જાય. રમાડે, ખવડાવે, પીવડાવે...ગામમાં ઉત્સવ થઈ ગયે.
નાનકડી અશ્વઈ ભરતભરેલા પારણુમાં ખૂલે છે. લાડકોડને પાર નથી.
હસતી-ખેલતી અન્વઈ એક દિવસ અચાનક રડવા માંડે છે.. વારંવાર હાથ લંબાવે છે. માતા છાની રાખવાનો પ્રયત્ન કરે છે. ૫ણ રૂદન ચાલુ જ રહે છે.
માતાને કંઈ સમજ પઢતી નથી. પછી ખ્યાલ આવે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org