________________
તમિળનાં સંત કવયિત્રી અવઈયાર
નેમચંદ એમ. ગાલા
ભાષાવિજ્ઞાનની દષ્ટિએ તમિળ ભાષા જગતની તેમજ ભારતદેશની પ્રાચીનતમ ભાષાઓમાં એક છે. કાવિઠ પરિવારની ચાર ભાષાઓ : કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિળમાં સર્વથી અધિક વિકસિત અને સમૃદ્ધ તમિળ ભાષા છે.
ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી અને સિંહાલીની જેમ તમિળ ભાષા સંસ્કૃતમાંથી નથી ઊતરી આવી. એ સ્વતંત્ર ભાષા છે.
તમિળ ભાષામાં ઈરલ, કસુવ, કરવ, કિકાડી અને બરગંડી, એમ પાંચ બેલી છે. તમિળ લિપિ પ્રાચીન લિપિ પરથી અવતરી છે. આ લિપિને ઉદ્દગમ તાડપત્ર પર લખવાની અનુકૂળતાને લક્ષમાં રાખીને થયું છે. અત્યારે તમિળ લિપિમાં બાર સ્વર અને અઢાર વ્યંજન છે.
તમિળ સાહિત્ય ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષથી પણ વ્યાપકરૂપે પ્રચલિત હતું. તમિળ classical, પ્રશિષ્ટ સાહિત્ય સમય જતાં સંગમ સાહિત્યરૂપે પ્રચલિત થયું, જેમાં કવિતા ત્રણ પંક્તિથી માંડીને આઠસે પંક્તિઓની હોય છે. આવી ૨,૩૮૧ સંગમ કવિતાઓ છે. જેમાં ૧૦૦ કવિતાના સર્જક અનામી છે.
તમિળ સાહિત્યથી યુરોપના વિદ્વાને પણ પ્રભાવિત થયાં છે. સંત તિરુવલુવરના “કુરળ’ના ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં કુલ ૮૨ રૂપાંતર થયાં છે. કંગનનું રામાયણ પણ એટલું જ લોકપ્રિય છે.
જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથોસાથ તમિળ સાહિત્યને વિકાસ થયો છે. જેન સંતે, કવિઓ અને વિદ્વાનેએ તમિળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org