________________
ભરતેશ્વર બાહુબલિરાસરમાંના શકુન-અપશુકન........
૧૯૩
(૩) રૂ૫સ્થ-નિજ છાયા, પરછાયા અને છાયાપુરૂષ-આ અવાન્તર પ્રકાર છે. છાયાના સ્વરૂપ ઉપરથી આગાહી થાય છે.
સ્વપ્નને પણ રિષ્ટને એક પ્રકાર ગણ્યો છે. દેવેન્દ્રકથિત અને સહજ એવા સ્વપ્નનું વિવિધ રીતે અર્થધટન કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ પ્રકારની આગાહી કરવામાં આવી છે.
એક નવીન પ્રકાર પ્રમરિષ્ટને છે. આના નવ અવાર પ્રકાર છે. અંગુલિપ્રશ્ન, અલક્ષી પ્રશ્ન, ગોરાચના પ્રશ્ન, પ્રહ્માક્ષર પ્રશ્ન, શકુન પ્રશ્ન, અક્ષરઅશ્વ, હેરાપ્રશ્ન અને લગ્નપ્રશ્ન. આમાં શકુન પ્રશ્ન જાણવા જેવો છે. આમાં જુદાં જુદાં પ્રાણીઓના દર્શનરૂપો રિષ્ટની કેવી શુભ કે અશુભ અસર થાય છે તે બતાવાયું છે. કાળું શિયાળ, કાગડે, અશ્વ, બગલે, સારસ, સમડી, પોપટ, કબૂતર વગેરે ડાબી બાજુએ દેખાય તે માંદા માણસનું જીવન વધારે છે. જ્યારે આ બધાં દક્ષિણ બાજુએ અવાજ કરતા દેખાય તો તે દરદીનું જીવન ટૂંકાવે છે.
રિષ્ટ-સમુચ્ચયનાં આધાર પર “ભરતેશ્વર બાહુબલિરાસમાં આવતાં રિષ્ટો જોઈએ. બાહુબલિરાસની ૫૫–૫ કડીમાં આ રિષ્ટોનું વર્ણન છે. ભરતરાજા મંત્રીની સલાહથી બાહુબલિને સમજાવવા દૂત મોકલે છે ત્યારે દૂતને વિવિધ પ્રકારનાં અપશુકન થાય છે. જેનું પરિણામ સારું નથી એમ સૂચવાય છે. બાહુબલિ પાસે જવા દૂત રથ જોડે છે ત્યારે રથને ડાબી બાજુને અશ્વ વારંવાર સામે થવા લાગે છે. કાળે બિલાડ આડે ઊતરે છે. જમણું બાજુએ ગધેડાનો પગ પછાડવાને ને ભૂંકવાને અવાજ સંભળાય છે. બાવળની સુકાયેલ ડાળી પર બેઠેલી દેવચકલી અવાજ કરે છે. ઝાડના ઝુંડમાં બેઠેલો ઘુવડ ચિત્કાર કરે છે. જમણું બાજુએથી સાપ પસાર થાય છે. શિયાળ લાળી કરે છે. ડાબી બાજુએ ડાકલાને અવાજ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org