________________
કવિ સહજસુંદરકત ગુણરત્નાકર
૧૮૫૭
પોપટ દાખ તણુઉ રસ ઘૂંટઈ, પાસિ પડી સૂડી નવિ છૂટઈ, દેઈ કર પાખર બંધન ભાઈ, આંકસ નખ દેઈ તન પીડઈ.
વેશ્યાનો સ્નેહ કદી એક વ્યક્તિનિષ્ઠ હેત નથી, પણ સ્વાર્થવૃત્તિવાળો હોય છે અને અનેકની સાથે એ કેવું કૂડકપટ કરે છે એ વાત કહેવા કવિએ જે કલ્પનાચિત્ર રજૂ કર્યું છે એ કાવ્યાત્મક છે. આ કપનાચિત્ર અને વિરલ લાગ્યું છે અને બીજે ક્યાંય વાંચ્યાંનું જાણમાં નથી.
મુરિજ જળ અત્યમઈ કેશ તિમ મૂકી રે, જવ વેલા જેહની, તામ હસ્યઉ મન મોહી, ફલ તાર સિરિ ઘહિલ, રમઈ તે ચંદા સાથઈ, સૂર સમઈ જાણેવિ કુલ્લ પણિ નાંખઈ હાથઈ, ઇમ રયણિ ફૂડ બિહુ સ્પષ્ટ કરઈ, વિશ કહીં સાચી ન હઈ.”
અહીં સહજસુંદર કવિ વેશ્યાને રજની સાથે સરખાવીને કહે છે કે જ્યારે સૂરજ આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને (અંધ કાર માટેનું ક૯૫ન) રુદન કરે છે. પણ પછી, જેવી જેની વેળ; તે પ્રમાણે તેની સાથે મન લગાડે છે. રાત્રિ તારારૂપી લે માથામાં બેસીને (શૃંગાર સજીને) ચંદ્ર સાથે રમત માંડે છે. પછી પાછો સૂર્યને આવવાનો સમય જાણુને માથામાંથી ફૂલે પિતાને હાથે નાંખી દે છે. (દિવસ ઊગતાં તારા અસ્ત પામે છે તે માટેનું કલ્પન) આમ રાત્રિ બન્નેની સાથે (સૂર્ય અને ચંદ્રની સાથે) કૂડકપટ કરે છે. એ જ રીતે વેશ્યા કદી સાચી હેય નહીં.
ત્રીજા અધિકારમાં રાજયનું નિમંત્રણ આવતાં યૂલિભદ્રની. વિમાસણ બળદના ઉપમાનથી કવિએ ચિત્રિત કરી છે.
જે હીંડવઉ મેકલાવઈ, માથઈ ન પડયું ભાર, તે ધરિ ધુરિ તરઈ, ધૂણુઈ સીસ અપાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org