________________
ત્રિશલા માતાનાં સ્વપ્ન
૧૭.
(૧) સિંહ ઃ સિંહ બળ, પરાક્રમ, નિર્ભયતા, સ્વતંત્રતા, સંયમ. ઈત્યાદિનું પ્રતિક છે. “શાસ્તવમાં ભગવાનને “પુરિસસિંહાણું' એટલે કે પુરુષોમાં સિંહ સમાન કહ્યાં છે. તીર્થકર ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યમાં એક પ્રાતિહાય તે સિંહાસન છે. સિંહાસન એટલે સિંહના ઉત્તમ ગુણુ જેવા ગુણ ધરાવનાર માટેનું આસન. ભગવાન મહાવરે બાળપણમાં રમતાં રમતાં સાપને ઊંચકીને ફેકવાની અને માનવેશધારી રાક્ષસને હંફાવવાની વીરતા બતાવી હતી. તેથી જ દેવેએ તેમને મહાવીર નામ આપ્યું. વળી સાધનાકાળ દરમિયાન તેમણે તપશ્ચર્યા કરવામાં તથા પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અપ્રતિમ વીરતા દાખવી એટલે તેમનું “મહાવીર' એવું નામ સાર્થક થયું.
(૨) શ્વેત હાથી : પ્રાણુઓમાં ત હાથી કદમાં મેટે, બળવાન, શાકાહારી અને સમજદાર હોવાને કારણે શુભ પ્રસંગે મંગળ અને પૂજાગ્ય તથા ગુરુપદને પાત્ર ગણાય છે “નમુથુણું સૂત્રમાં ભગવાનને “પુરિવરગધહથિયું એટલે કે પુરુષોમાં ગંધહસ્તિ-સમાન ગણુવ્યાં છે. ભગવાન મહાવરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનેક લકોને ઉપદેશ આપી ભવસાગર તરવાને માર્ગ બતાવ્યો. સમ્યક ધર્મ પ્રવર્તાવીને તેઓ જગતગુરુ બન્યા.
(૩) ઋષભ : ઋષભ એ શક્તિનું પ્રતીક છે. બળવાન હોવાને કારણે તે ભાર વહન કરી શકે છે. કાદવમાં ખેંચી ગયેલા ગાડાને કે રથને ખેંચીને તે બચાવી લે છે. ઋષભ ખેતર ખેડવામાં અને એ રીતે અન પૂ ૨ પાડવામાં સહાય કરે છે. ભગવાન મહાવીરે અધર્મના કીચડમાં ફસાયેલા સમાજને બહાર કાઢવો. એમના સમયમાં ખંડનમંડનમાં રાચતા અનેક વાદે પ્રવર્તતા હતા. આ અનિષ્ટને દૂર કરવા ભગવાને અનેકાન્તવાદ આપે. તે સમયમાં ધર્મના નામે પક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org