________________
જેન સાહિત્ય સમારોહ -ગુરુ.
| માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્ન પરથી તીર્થકર ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના જુદા જુદા પ્રસંગ અને હકીકતને ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં લાગે છે કે આ ચૌદ સ્વને ભગવાનના જીવનમાં જોવા મળતાં અસાધારણું અદ્ભુત શક્તિ, આત્મકલ્યાણ અને લોકકલ્યાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને મહાન પ્રતીકરૂપ (Symbols) છે. એ પ્રતીકો તે શ્રેષ્ઠ છે જ, પરંતુ કેટલાંક સ્વોની આગળ વિશેષણો પણ ઉમેરાયાં છે. દા. ત., શ્રત હાથી, પવસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિધૂમ અગ્નિ, ઈત્યાદિ. આ વિશેષ લૌકિકમાંથી અલૌકિસ્તાની, સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રતીતિ કરાવે છે.
બધા જ તીર્થકરોની માતાને ચૌદ સ્વતો (૧) હાથી (૨) ઋષભ (૩) કેસરી સિંહ (૪) લક્ષ્મીદેવી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ઈન્દ્રધ્વજ (૯) કળશ (૧૦) પાસરોવર (૧૧) ક્ષારસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) નપુંજ (૧૪) નિધૂમ અગ્નિ–એ પ્રમાણે અનુક્રમે આવે છે. પરંતુ બે તીર્થકરોની માતાને આવેલા પહેલા સ્વપ્નના ક્રમમાં ફેર છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવની માતાને આવેલું પહેલું સ્વપ્ન ઋષભનું છે. છેલલા તીર્થકર ભગવાન મહાવીરની માતાને પહેલું સ્વપન કેસરી સિહનું આવ્યું હતું. (સિંહ એ ભગવાન મહાવીરનું લાંછન” પણ છે.)
આ સ્વપ્નનું શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે અર્થઘટન કરી એનું મહત્વ દર્શાવ્યું છે. વળી એમાં રહેલ આધ્યાત્મિક વિકાસક્રમ પણ દર્શાવાય છે. ચૌદ સ્વને ચૌદ ગુણસ્થાનકના સૂચક છે એમ પણ કહેવાય છે. અહીં ત્રિશલા માતાને આવેલાં એ ચૌદ સ્વપ્લેન રહસ્ય જોઈશું. દરેક પદાર્થ, વસ્તુ અને વ્યક્તિમાં ગુણદોષ રહેલા હોય છે. શુભ સ્વપ્નના અર્થઘટનમાં તેના શ્રેષ્ઠ ગુપ છે તે જ લક્ષમાં લેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org