________________
૧૬૭
એકવીસમી સદી અને જૈનધર્મ એની સાથે જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી અશુદ્ધિઓ દૂર થાય છે. એ જ રીતે હદયમાં જાગતી દુત્તિઓ પણ ઓછી થાય છે. આવી જ રીતે જેનધર્મમાં શાકાહારને મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યું છે. આજે વિદેશમાં કેટલાય વિદેશી ચિત્રકાર, અદાકાર, શાકાહાર અપનાવે છે અને એ જ શાકાહાર જેનધર્મની આહાર વિચારણાને પામે છે. આજે હાર્ટએટેક અને બ્લડપ્રેશર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આયંબિલ ખૂબ ઉપયોગી બને. આ આહારશાસ્ત્રને આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આલેખવાની જરૂર છે. એ સમયની સમમ વિચારણું અનુભવ પર આધારિત હતી. આજનું વિજ્ઞાન પ્રયોગ પર આધારિત છે. જે પ્રયોગ તમે કરે તે હું કરું, જયારે અનુભવમાં તે જે અનુભવ તમે પ્રાપ્ત કરે તે બીજાને ન પણ થાય. આજના સમયમાં અમેરિકામાં ડોકટરે સૂર્યાસ્ત પહેલાં ભજન કરવાની વાત દર્દીની સૂચનાઓમાં લખે છે. આ વાત વર્ષો પહેલાંના શાસ્ત્રમાં લખેલી છે. એમાં પરમાણુની ગતિને વિચાર થયેલ છે. ભાષાની ઉત્પત્તિને વિચાર થયેલ છે, તેમજ રેડિયે નહેતે છતાં એક જ સમયમાં અનેક લોકો સુધી વાણી પહોંચાડવાની વાત થઈ છે. એની ધ્યાનની પ્રણાલી આવતી કાલના માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. “પ્રેક્ષા ધ્યાનના પ્રયોગે આનું જીવંત ઉદાહરણ છે. મનની શક્તિ માટે પચ્ચખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિકમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાએ અપનાવવાથી જ આવતી કાલે આપણે ધબકતો માનવી મેળવી શકીશું. પ્રસિદ્ધ અમેરિકન ચિંતક હેનરી એ એક માણસને હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સારવા લાગ્યા ! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા જેવો જડ અને નિચેતન લાગ્યા. માનવીને ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જૈનધમ દાન, શીલ, તપ અને ભાવની ચાર ભાવનાઓને ઉષ કરે છે. એક સૂત્ર મળે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org