________________
આમે જેને સાહિત્ય સમારોહ
લેઓમાંથી પસંદ કરાયેલા લેખનું વિદ્યાલય દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક “જૈન સાહિત્ય સમારોહ ગુચ્છઃ ૨'નું વિમોચન શ્રી કુંવરજી નાથાભાઈ પાસુના વરદ્ હસ્તે થયું હતું. આ પુસ્તકનું સંપન્ન ડો. રમણલાલ ચી. શાહ, શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પનાલાલા -શાહ, પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ કલાધરે કર્યું છે.
મરણિકાનું વિમોચન : આ સમારોહ પ્રસંગે રવિ દુરના સહયોગથી એક સ્મરણિકા (સંપાદકઃ ચીમનલાલ એમ. શાહ, કલાધર) તૈયાર કરવામાં આવી હતી. તેનું પ્રકાશન શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાના વરદ્ હસ્તે થયું હતું. આ સ્મરણિકામાં જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્યના પ્રકાંડ વિદ્વાનોના પંદર જેટલા લેખો લેવામાં આવ્યા છે. ભગવાનની વાણુનો પ્રચાર અને પ્રસાર:
સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ભંવરલાલ નાહટાએ જણાવ્યું હતું કે આજે ભગવાન મહાવીરની વાણીને સારાએ વિશ્વમાં ફેલાવવાની જરૂર છે. જે આ કામ થઈ શકે તે યુદ્ધને આરે આવેલી આ દુનિયા શાંતિને શ્વાસ લઈ શકશે. ભગવાન મહાવીરે પ્રરૂપેલા સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને અનેકકાન્ત જ સંસારના દાવાનળને બુઝવવાની ક્ષમતા ધરાવે છે, આપણે સૌ સાથે મળીને પ્રભુની આ અમૃતવાણીના પ્રસાર અને પ્રચારના કાર્યને વધુ વેગીલું બનાવીએ.
અભિવાદન : સમારોહના પ્રમુખ ડે. સાગરમલ જૈનનું, સમારેહના સંયોજક ઠે. રમણલાલ ચી. શાહનું, શ્રી ભંવરલાલ નાહટાનું તેમ જ અતિથિવિશેષે શ્રી વસનજી લખમશી શાહનું, શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાનું અને શ્રી કુંવરજી નાયાભાઈ પાસુનું નિમંત્રક પરિવાર તરફથી પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે સમેતશિખરજી તીર્થમાં પોતાના માતુશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org