________________
એકવીસમી સદી અને જૈનધર્મ
*
- કુમારપાળ દેસાઈ
એકાએક દારુણુયુદ્ધ ફાટી નીકળ્યું અને આકાશમાં ચોમેર બેબ ઝીંકનારાં વિમાને ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર માણસ, પશુઓ અને પક્ષીઓ બોંબના સર્વનાશથી બચવા માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિકરા ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠા હતાં.
નિરાંતે વાત કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું:
“અરે ચાલે ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાના લેહી માટે તરસ્ય બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઈશું. ચાલે નાસે. હજીયે ઊગરી જવાની તક છે.'
પક્ષીની આ વાત સાંભળીને પેલા વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડ્યા અને ઠાવકા અવાજે બોલ્યા, “અરે દયાવાન માનવીની લડાઈ એ અમારે માટે તે સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય એ તો અમારે માટે સેનેરી અવસરમાનવીનું યુદ્ધ અને તેનું મત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જયાફતના દિવસો.'
બીજા વૃદ્ધ ગીધે ચીપી ચીપીને કહ્યું, તે અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હેય? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવીને મેળ ઈશ્વર ગીધને માટે જ સજે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org