________________
૧૫ર.
જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૩.
થયાં હશે એમ જણાય છે. મોહનભાઈનું ટીકાકાર “જેન રિવ્યુ' એવું તોધે છે કે “તેઓનું ભેજું સુંદર કવિતા રચી શકે છે. ખાસ કરીને ગરબીઓ સ્ત્રીવર્ગમાં એકસરખી રીતે માન પામી છે.” (મે– જન ૧૯૧૮) રણજિતરામ વાવાભાઈને પણ મોહનભાઈનાં કાવ્ય રસપ્રદ લાગેલાં અને એને સંગ્રહ કરવાનું એમણે સૂચન કરેલું (હેરલ્ડ સપ્ટે.-નવે. ૧૯૧૭). પરંતુ કાવ્યકલાની દષ્ટિએ આ રચનાઓ આજે ભાગ્યે જ લક્ષ ખેંચી શકે. એમાં કવચિત બગડેલું ઘડિયાળ જેવી અન્યક્તિ રચના મળે છે. મોહનભાઈના ભાવનાશીલ હૃદયને સ્પર્શ અનુભવાય છે ને રાગ-ઢાળના નિદેશપૂર્વક ગેયતા સિદ્ધ કરવામાં આવી છે એ એને ગુણ પક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org